શેરબજાર અ‘મંગળ’: સેન્સેક્સમાં 1200 પોઈન્ટનો ઐતિહાસિક કડાકો

February 6, 2018 at 10:33 am


વૈશ્ર્વિક બજારમાં આવેલા તોતિંગ કડાકાની અસર ભારતીય શેરબજાર ઉપર પણ પડી છે અને સેન્સેકસમાં ૧૨૦૦ પોઈન્ટનું ઐતિહાસિક ગાબડું પડતાં રોકાણકારો માટે આજનો મંગળવાર ‘અમંગળ’ સાબિત થયો છે. હાલ આ લખાઈ રહ્યું છે ત્યારે સેન્સેકસ ૧૦૪૭ પોઈન્ટના કડાકા સાથે ૩૩૬૯૯ અને નિફટી ૩૧૬ પોઈન્ટ તૂટીને ૧૦૩૪૯ ઉપર કારોબાર કરી રહ્યો છે.
અત્યારે દુનિયાભરના બજારોમાં કોહરામ મચેલો છે અને ભારતીય શેરબજારમાં હાહાકારનો માહોલ એવો છે કે ટોપ ગેનર્સની યાદીમાં આજે એક પણ શેર આવી શકયો નથી. રોકાણકારો પોતાના શેર વેચવા માટે એટલા ઉતાવળિયા બન્યા છે કે કોઈ પણ સેકટરનો શેર પોઝીટીવ કારોબાર કરી શકતો નથી. આઈટી, બેન્કીંગ, ફાર્મા, ફાયનાન્સ સહિત તમામ સેકટરોના શેરમાં વેચવાલીનું દબાણ છે.
સ્થિતિ એવી છે કે ૨૦૧૫ બાદ ઈન્ટ્રા–ડેમાં પહેલી વખત આટલો મોટો કડાકો જોવાયો છે અને મીડકેપ ઈન્ડેકસ ૧૯૦૦૦ની નીચે આવી ગયો છે. ટાટા મોટર્સ, મારૂતિ સુઝુકી, એસબીઆઈ, એચડીએફસી, રિલાયન્સ, આઈસીઆઈસીઆઈ બેન્ક, લાર્સન, આઈટીસી, ઈન્ફોસિસ, ટીસીએસ, યસ બેન્ક, ભારતી એરટેલ, વેદાંતા, ટાટા સ્ટીલ, સન ફાર્મા, બજાજ ફાયનાન્સ જેવા શેરોમાં કડાકો જોવા મળ્યો છે.

આજના શરૂઆતી કારોબારમાં સૌથી વધુ તૂટનારો શેર ટાટા મોટર્સ છે. આશા કરતાં અત્યતં ખરાબ પ્રદર્શન કરવાને કારણે કંપનીના શેરમાં મોટો કડાકો નોંધાયો છે. માર્કેટ નિષ્ણાતોની સલાહ છે કે અત્યારે રોકાણકારો સંભાળીને પૈસાનું રોકાણ કરે. બજારમાં મચેલા કોહરામથી ગભરાઈને નિર્ણય લેવો મોંઘો પડી શકે છે.
બીજી બાજુ અમેરિકી ડાઉ જોન્સમાં ૧૧૦૦ પોઈન્ટસથી વધુનો કડાકો બોલ્યો છે તે હોંગકોંગ અને જાપાનના શેરબજારોમાં ૧૨૦૦ પોઈન્ટનો કડાકો જોવાયો છે. સોમવારના કારોબારી સત્રમાં ડાઓ જોન્સ ૧૧૭૫ પોઈન્ટ તૂટયો છે. એસ એન્ડ પી ૫૦૦ સ્ટોક ઈન્ડેકસ ૩.૮ ટકા અને નેસ્ડેક ૩.૭ ટકાના કડાકા સાથે બધં થયો હતો.

print

Comments

comments

VOTING POLL