શોપિંગ મોલ, સિનેમા હોલ, હોટેલ–રેસ્ટોરન્ટ, પેટ્રોલપંપને પ્રોફેશ્નલ ટેકસની ધડાધડ નોટિસો ફટકારશે મહાપાલિકા

May 19, 2017 at 5:20 pm


રાજકોટ મહાનગરપાલિકા કચેરીમાં તાજેતરમાં ૧૫૦થી વધુ એપ્રેન્ટીસ ફાળવવામાં આવ્યા છે જેમાં ટેકનીકલ અને મેનેજરીયલ પોસ્ટ માટેની કામગીરી કરનાર એપ્રેન્ટીસની વિવિધ શાખાઓમાં ફાળવણી કરવામાં આવી છે જે અંતર્ગત ટેકસ બ્રાન્ચ હેઠળ પ્રોફેશ્નલ ટેકસની કામગીરી કરવા માટે ૧૦ એપ્રેન્ટીસ ફાળવવામાં આવ્યા છે.

વિશેષમાં આ અંગે અધિકારી વર્તુળોએ જણાવ્યું હતું કે ઉપરોકત ૧૦ એપ્રેન્ટીસ ટૂંક સમયમાં જ મહાનગરપાલિકાની પ્રોફેશ્નલ ટેકસ બ્રાન્ચમાં ચાર્જ સંભાળી લેશે. તેઓ ચાર્જ સંભાળે ત્યારબાદ શોપિંગ મોલ, સિનેમા હોલ, કોર્પેારેટ અને કો–ઓપરેટીવ બેન્કો, હોટેલ–રેસ્ટોરન્ટ, પેટ્રોલપંપ, ખાનગી અને કોર્પેારેટ ફાયનાન્સ કંપનીઓ તેમજ વિવિધ ઔધોગિક વસાહતોમાં આવેલા કારખાનાઓ તેમજ મોટી ફેકટરીઓ શોધીને તેઓને પ્રોફેશ્નલ ટેકસના રજિસ્ટ્રેશન માટે ધડાધડ નોટિસો ફટકારવાનું શરૂ કરવામાં આવશે. હાલમાં નાના વ્યવસાયિકો સામેથી રજિસ્ટ્રેશન કરાવી રહ્યા છે પરંતુ મોટા વ્યવસાયિકો સામેથી રજિસ્ટ્રેશન કરાવવા માટે દાદ આપતાં ન હોય હવે સેગમેન્ટવાઈઝ દરોડા સ્વરૂપે કામગીરી કરવાની વિચારણા છે

print

Comments

comments

VOTING POLL