શોર્ટસ પર આરએસએસનો પલટવાર: રાહુલ મહિલા હોકી મેચ જુએ

October 12, 2017 at 10:41 am


કોંગ્રેસના રાષ્ટ્રીય ઉપાધ્યક્ષ રાહુલ ગાંધી દ્વારા રાષ્ટ્રીય સ્વયંસેવક સંઘ (આરએસએસ)માં મહિલાઓને સ્થાન ન આપવાના સવાલ પર સંઘના અખિલ ભારતીય પ્રવક્તા પ્રમુખ મનમોહન વૈદ્યએ પલટવાર કર્યો છે.
ભોપાલમાં મનમોહન વૈદ્યએ રાહુલે સ્ટેટમેન્ટનો જવાબ આપતા કહ્યું કે, રાહુલની સ્ક્રિપ્ટ લખનારા સમજદાર નથી. આ તો એવી જ વાત થઈ કે પુરુષ હોકી મેચમાં મહિલા ખેલાડીને જોવા.
ભાપાલમાં આરએસએસની 3 દિવસીય અખિલ ભારતીય કાર્યકારી મંડળની બેઠક અંગે જણાવવા દરમિયાન પૂછાયેલા સવાલ પર બુધવારે વૈદ્યએ કહ્યું કે, રાહુલ ગાંધીએ સવાલ કર્યો છે કે શું સંઘમાં મહિલાઓને જોઈ, તેમના આ સવાલથી જાણ થાય છે કે, તેમને સંઘની ચિંતા છે કે મહિલાઓની. તે સંઘને છોડી, તેમની પાર્ટીની ચિંતા કરે.

રાહુલ ગાંધીએ પોતાના ગુજરાત પ્રવાસ દરમિયાન સંઘને નિશાના પર લેતા ઉપસ્થિત લોકોને સવાલ કર્યો હતો કે, તમે સંઘની શાખાઓમાં મહિલાઓને ક્યારેય શોર્ટ પહેરીને જોઈ છે? રાહુલના આ સવાલનો બુધવારે વૈદ્યએ જવાબ આપ્યો. તેમણે રાહુલના સવાલ પર સ્પષ્ટ કર્યું કે, સંઘે નિર્ણય કર્યો હતો કે તે માત્ર પુરુષો વચ્ચે કામ કરશે, એ નક્કી કરવાનો અધિકાર સંઘને છે, જો તેમને મહિલાઓ જોવી છે તો મહિલા હોકી મેચ જોવા જાય.
વૈદ્યએ વધુમાં ઈન્દિરા અને રાજીવ ગાંધીનું નામ લીધા વિના કહ્યું કે, તેમના દાદી અને પિતા જ્યારે સત્તામાં હતા, તો સંઘને નબળો કરવાનો પ્રયાસ કર્યો, પણ કંઈ થયું નહીં, સંઘ વધુ મજબૂત થયો. સંઘ વધતો ગયો અને તેમનો (કોંગ્રેસનો) જનાધાર ઓછો થયો ગયો.
વૈદ્યએ કહ્યું કે, રાહુલનું ભાષણ લખનારા ઓછા સમજદાર છે, તેમને સંઘની જાણકારી નથી, રાહુલે સંઘ વિશે જાણવું હોય તો બૌદ્ધિક લોકોની મદદ લે.

print

Comments

comments

VOTING POLL