શ્રદ્ધા કપુર સાથે કોઇ સંબંધ હોવા ફરહાને કરેલો ઇન્કાર

January 7, 2017 at 6:21 pm


છેલ્લા કેટલાક દિવસથી ફરહાન અખ્તર અને શ્રદ્ધા કપુર વચ્ચેના સંબંધોને લઇને ભારે ચર્ચા ચાલી રહી છે. આ પ્રકારની અટકળો વચ્ચે હવે ફરહાન અખ્તરે પાેતાની પ્રતિક્રિયા આપી છે. સંબંધોને લઇને જુદી જુદી ચર્ચા છે. એવા અહેવાલ પણ આવી ચુક્યા છે કે શ્રદ્ધા કપુર સાથે તેના સંબંધના કારણે જ ફરહાન અખ્તરના તલાક થઇ ગયા છે. જો કે આ સંબંધમાં ફરહાન અખ્તરે આ સંબંધમાં સાફ ઇન્કાર કયોૅ છે. ફરહાનના કહેવા મુજબ આ તમામ બેકારની વાત છે. આ બાબતાેમાં કોઇ દમ નથી. તેના મેરિટલ સ્ટેટસના આ બાબત સાથે કોઇ લેવાદેવા નથી. જ્યારે તેના લગ્નમાં કોઇ તકલીફ ન હતી ત્યારે પણ આ પ્રકારના અહેવાલ આવી રહ્યાા હતા. એક વખતે તાે તેના નામને ત્રણ ત્રણ મહિલા સાથે જોડીને ચર્ચા કરવામાં આવી રહી હતી. લખવા માટે કઇ પણ મસાલો જોઇએ છે. અફવાને લઇને તે કોઇ વાત કરવા માંગતાે નથી.

એમ પણ કહેવામાં આવી રહ્યાુ હતુ કે રિતેશ સિદ્ધવાની અને ફરહાન અખ્તર વચ્ચે શ્રદ્ધાને લઇને લડાઇ ઝગડો પણ થયો હતાે. આ સંબંધમાં પુછવામાં આવતા ફરહાન અખ્તર કહે છે કે તેની અને રિતેશ વચ્ચે કોઇ પણ લડાઇ નતી.
ફિલ્મમાં શ્રદ્ધા કપુરને લેવાનાે વિચાર તેનાે જ છે. રિતેશે જ શ્રદ્ધાની ફિલ્મ આંશિકી-2 અને એક વિલન નિહાળી હતી. તેમને શ્રદ્ધાની એિંક્ટગ પસંદ પડીહતી. તેનાે અવાજ પણ પસંદ પડશે હતાે. અત્રે નાેંધનીય છે કે હાલમાં શ્રદ્ધા કપુર અને ફરહાન અખ્તર એક ફિલ્મમાં નજરે પડનાર છે. રોક આેન-2 ફિલ્મમાં આ બન્નેની જોડી દેખાઇ હતી. શ્રદ્ધા કપુર હાલમાં લિવ ઇન રિલેશનશીપમાં ફરહાન સાથે રહે છે તેવા હેવાલની ચર્ચા છે.તેની આેકે જાનુ ફિલ્મ હવે ટુંકમાં જ રજૂ કરવામા આવનાર છે.

print

Comments

comments

VOTING POLL