શ્રદ્ધા કપૂરના સ્થાને લૅક્મેની ન્યૂ બ્રાન્ડ એમ્બેસેન્ડર ઇસાબેલા

January 12, 2018 at 2:21 pm


દેશની પ્રખ્યાત કૉસ્મેટિક બ્રાન્ડ લેકમે માટે કેટરીના કૈફની બહેન હવે નવો બ્યૂટી ચહેરો બની ગયો છે. લેકમેએ કરીના કપૂર ખાન અને શ્રદ્ધા કપૂરની સાથે સાથે ઇસાબેલ કૈફને બ્રાન્ડ એમ્બેસેડર બનાવી છે. ઉલ્લેખનીય છે કે, આ પહેલા કેટરીના કૈફને પણ આ માટે લાવવામાં આવી હતી પણ હવે તેની બહેન આનો નવો ચહેરો બની ગઇ છે.વર્ષ 2014ની ફિલ્મ ‘ડૉ. કૈબી’થી ‘ધ બિગ બેન્ગ થ્યોરી’ના અભિનેતા કૃણાલ નૈયરની સાથે કરિયરની શરૂઆત કરી ચૂકેલી ઇસાબેલે કહ્યું, “લેકમે ભારતની પૉપ્યૂલર બ્રાન્ડ છે. આ બ્રાન્ડનું પ્રતિનિધિત્વ કરવાનો મોકો મળવો અવિશ્વસનીય છે, જેને મેકઅપ વિશેષજ્ઞો સાથે કામ કર્યુ છે અને કેટલાક બેસ્ટ સૌદર્ય ટ્રેન્ડ અને ઉત્પાદનો લૉન્ચ કર્યા છે. હું આ પ્રતિષ્ઠિત બ્રાન્ડની સાથે મારી યાત્રા શરૂ કરવા માટે ખુબ ઉત્સાહિત છું.”
ઇનોવેશન્સ લેકમેના પ્રમુખે આ અંગે કહ્યું કે, “લેકમેની એક શોધના રૂપે ઇસાબેલને તેની બહેન કૈટરીનાના નક્શેકદમ પર રજૂ કરવા માટે અમે ગર્વ અનુભવીએ છીએ. અમે તેની સાથે એક લાંબા જોડાણ અને સારા અભિયાનો માટે ઉત્સુક છીએ.”
ઉલ્લેખનીય છે કે, ઇસાબેલ કૈફની એન્ટ્રીથી હવે એક્ટ્રેસ શ્રદ્ધા કપૂરને નુકશાન થયું છે, એટલે કે શ્રદ્ધા કપૂર અત્યાર સુધી લેકમેમાં જે આઇ મેકઅપ રેન્જની બ્રાન્ડ એમ્બેસેડર હતી તેની જગ્યા હવે ઇસાબેલે લીધી છે. એટલે કે ઇસાબેલના આગમનથી કરિના કપૂર ખાનને ખાસ ફરક નથી પડ્યો પણ શ્રદ્ધા કપૂર શૉમાંથી આઉટ થઇ ગઇ છે. આઇ મેકઅપ રેંજમાં કંપની માલિકોએ શ્રદ્ધા કૂપર સાથેના કોન્ટ્રેક્ટને રિન્યૂ નહીં કરવાનો અને એને બદલે ઇસાબેલાને સાઇન કરવાનો નિર્ણય કરી લીધો છે.

print

Comments

comments

VOTING POLL