શ્રમયોગીઆ અને વર્કસ મતદાન કરી શકે તે માટે આદેશ જારી

December 7, 2017 at 10:46 am


9મી ડિસેમ્બરે સવેતન રજા આપવા કરાયેલો આદેશ
કારખાનાના શ્રમયોગીઆે તેમજ બિિલ્ડંગ એન્ડ અધર કન્સટ્રક્શન વર્કસ એક્ટ-1996 અન્વયે નાેંધણી થયેલ સંસ્થાઆ-સાઈટ પરના શ્રમયોગીઆે તા. 09 ડીસેમ્બરે મત આપી શકે તેવી વ્યવસ્થા ગોઠવવા અને સવેતન રજા આપવા આદેશ કરાયો છે.
મદનીશ શ્રમ આયુક્ત,ભાવનગરના જણાવાયા અનુસાર ભાવનગર જિલ્લામાં તા. 9 ડીસેમ્બરે ગુજરાત વિધાનસભા સામાન્ય ચૂંટણી-2017 યોજાનાર છે ત્યારે આ દિવસે જે તે વિસ્તારમાં મુંબઈ દુકાનો અને સંસ્થા અધિનિયમ-1948 કોન્ટ્રાકટર લેબર એક્ટ-1970 હેઠળ કારખાના ધારા-1948 હેઠળનાં (આૈધોગિક એકમો) કારખાનામાં કામ કરતા શ્રમયોગીઆ તેમજ ધી બિલ્ડંગ એન્ડ અધર કન્સટ્રક્શન એક્ટ- 1996 અન્વયે નાધણી થયેલ સંસ્થાઆે-સાઈટ પરના શ્રમયોગીઆ મતદાનના દિવસે પોતાના મતાધિકારનો ઉપયોગ કરી શકે તે માટે તેમજ લોક્પ્રતિનિધિત્વ ધારા-1951ની કલમ 135(બી) મુજબ કારખાના ધારા-1948 હેઠળના તેમજ ધી બિિલ્ડંગ એન્ડ અધર કન્સટ્રક્શન એક્ટ અન્વયે નાધણી થયેલ સંસ્થાઆે-સાઈટ પરના શ્રમયોગીઆે મતદાનના દિવસે પોતાના મતાધિકારનો ઉપયોગ કરી શકે તે માટે સવેતન રજા આપવા આદેશ કરાયો છે.
આ જોગવાઈ અનુસાર રજા જાહેર કરવાના કારણે સંબંધિત શ્રમયોગીઆે-કર્મચારીઆેના પગારમાંથી કોઈ કપાત કરવાની રહેશે નહિ. રજાના કારણે જો શ્રમયોગીઆે-કર્મચારી પગાર મેળવવાનો હક ન ધરાવતા હોય તેવા સંજોગોમાં જે તે વ્યિક્ત રજા જાહેર ન થઈ હોય અને જે પગાર મળવાપાત્ર થતો હોય તેટલો પગાર ચુકવવાનો રહેશે. જે મતદારની ગેરહાજરીથી જોખમ ઉભુ થવા સંભવ હોય અથવા જે વ્યવસાય અને રોજગાર સાથે સંકળાયેલ હોય તેને કારણે મોટા પ્રમાણમાં નુકશાન સંભવ હોય તેવા કિસ્સામાં અને સતત પ્રqક્રયાવાળા કારખાનામાં કામ કરતા શ્રમયોગીઆે-કર્મચારીઆે તેમના મત આપવાનો અધિકાર ભોગવી શકે તે માટે તેમની ફરજના સમયમાંથી મતદાનના સમયગાળા દરમ્યાન ત્રણ થી ચાર કલાક મતદાન માટે સવેતન રજા આપવાની રહેશે. જો કોઈ કારખાનેદાર માલિક કે નોકરીદાતા આ જોગવાઈથી વિરુÙ વર્તન કરશે તો તેની સામે લોકપ્રતિનિધિત્વ ધારા 1951 ની કલમ 135(બી) મુજબ કાયદા હેઠળ શિક્ષાત્મક કાર્યવાહી હાથ ધરવામાં આવશે.
મતદાનના દિવસે સંબંધિત કોઈ ફરિયાદ હોય તો જિલ્લાના નોડલ આેફીસર એમ. કે. મેવલીયા,સરકારી શ્રમ અધિકારી- મોબાઈલ નંબર 9033493413, ફોન નંબર 0278- 2427995 મદદનીશ શ્રમ આયુક્તની કચેરી, દિવાનપરા રોડ બાર્ટન લાઈબ્રેરી સામે, ભાવનગરનો સંપર્ક કરવા જણાવાયું છે.

print

Comments

comments

VOTING POLL