શ્રમિક પરિવારની સગીર પુત્રી ઉપર પરપ્રાંતિય શખ્સ દુષ્કર્મ આચરી ફરાર

October 7, 2017 at 11:12 am


બોરતળાવ મફતનગરમાં અજાÎયા શખ્સે માસુમ બાળા પર દુષ્કર્મ આચરી હજુ પણ ફરાર છે ત્યારે સગીરાના પિતાએ બોરતળાવ પોલીસમાં ફરીયાદ નાધાવતા કાયદેસર ગુનો નાધી વધુ તપાસ હાથ ધરી
શહેરના શ્રમીક આધેડની 16 વર્ષની સગીરાને મુળ ઉતર પ્રદેશના કાનપુરનો અને હાલ સગીરાના ઘર પાસે રહેતા યુવાને છેલ્લા 3 માસ દરમ્યાન અવાર નવાર તેણીને લલચાવી ફોસલાવી તેની ઇચ્છા વિરૂધ્ધ દુષ્કર્મ આચર્યાની સગીરાના પિતાએ બોરતળાવ પોલીસમાં ફરીયાદ લખાવતા પોલીસે ગુનો નાેંધી તપાસ હાથ ધરી છે.
શહેરના શ્રમીક પરિવારની નવ વર્ષની માસુમ બાળા સાથે દુષ્કર્મ આચરનાર 20 થી 25 વર્ષનો અજાÎયો યુવાન હજુ પોલીસ પકડથી દુર છે ત્યાં વધુ એક સગીરા ઉપર દુષ્કર્મનો બનાવ સામે આવતા શહેરમાં ભારે ચકચાર ફેલાઇ જવા પામી છે.
આ અંગેની પોલીસ સુત્રો પાસેથી જાણવા મળતી વિગતો અનુસાર આધેડે નાેંધાવેલી ફરિયાદમાં જણાવ્યું હતું કે, પોતાના ઘર નજીક રહેતો મુળ ઉતર પ્રદેશના કાનપુરના અજયસિંહ શિવશંકરસિંહ ઠાકુર એ કલરકામ કરે છે તે પોતાની 16 વર્ષની પુત્રીને લલચાવી ફોસલાવી છેલ્લા 3 માસ દરમ્યાન ઘરે એકલી હોય ત્યારે તેની એકલતાનો લાભ લઇ તેની ઇચ્છા વિરૂધ્ધ દુષ્કર્મ આચરતો હતો.
આ બનાવ અંગે સગીરાનાએ તેના પિતાને જાણ કરતા સગીરાના પિતાએ બોરતળાવ પોલીસમાં પરપ્રાંતિય અજયસિંહ ઠાકુર વિરૂધ્ધ ફરિયાદ લખાવતા પોલીસે દુષ્કર્મ અને પોકસો અકેટ હેઠળ ગુનો નાેંધી વધુ તપાસ પીઆઇ રબારીએ હાથ ધરી છે.

print

Comments

comments

VOTING POLL