શ્રાવણી મેળો લુંટમેળો ન બને તે અંગે ફરીયાદ કન્ટ્રાેલ શરૂ કરવા બસપાની માંગ

August 11, 2017 at 1:53 pm


જામનગરમાં દર વર્ષે શ્રાવણ મહીનાના સોમવાર તેમજ સાતમ, આઠમ, નોમ અને અમાસનો લોકમેળો યોજાય છે જેમાં શહેર અને આસપાસના ગ્રામ્ય વિસ્તારની જનતા હાેંશભેર મેળો માણવા આવતી હોય છે ત્યારે આ લોકો મેળો લુંટમેળો ન બને તેમજ ખાણીપીણીમાં લોકોને વાસી ખોરાક ન મળે તે માટે ફરીયાદ કન્ટ્રાેલ રૂમ શરૂ કરવા કલેકટરને બહુજન સમાજ પાર્ટીએ આવેદન પત્ર પાઠવ્યુ છે.

જામનગરમાં દર વર્ષે શ્રાવણ મહીનામાં લોકમેળાનું આયોજન થતું હોય છે જેમાં જામનગર શહેર ઉપરાંત આસપાસના ગામડાઆેમાંથી લોકો મેળાની મોજ માણવા આવતા હોય છે ત્યારે મનોરંજન માટેના સાધનો એટલે કે રાઇડઝના માલીકો મન ફાવે તેવા ભાવ વધારો કરી દેતા હોય છે, જેમાં સરકારી તંત્ર દ્વારા દરમ્યાનગીરી કરી ભાવ બાંધણુ કરવું જોઇએ તેમજ મેળામાં ખાણીપીણી, નાસ્તા ના સ્ટોલ પણ હોય છે ઘણી વખત રેકડીવાળાઆે કે સ્ટોલ ધારકો લોકોને વાસી ખોરાક પધરાવી દેતા હોય છે અને લોકોના આરોગ્ય સાથે ચેડા કરતા હોય છે ત્યારે તંત્ર દ્વારા વાસી ખોરાક જણાય તો તાત્કાલીક કાર્યવાહી કરવી જોઇએ તેવી કલેકટરને પાઠવેલા પત્રમાં બહુજન સમાજ પાર્ટીના પ્રમુખ મહેશભાઇ કે. મણવર દ્વારા રજુઆત કરવામાં આવી છે.

print

Comments

comments

VOTING POLL