શ્રાવણી સરવડા વરસવાનો દૌર યથાવત

August 22, 2018 at 12:49 pm


ભાવનગર જિલ્લામાં સતત બીજા દિવસે પણ ધાબડીયા વાતાવરણ વચ્ચે શ્રાવણી સરવડા વરસવાનો દૌર યથાવત રહ્યાે હતો. વરસાદી વાતાવરણના પગલે તાપમાનમાં નાેંધપાત્ર ઘટાડો થતાં લોકોને ગરમીથી રાહત મળી હતી. ગઇકાલે તળાજામાં અડધો જયારે વંભીપુર અને મહુવામાં પા, પા ઇંચ વરસાદ નાેંધાયો હતો.

શ્રાવણ માસના પ્રથમ પખવાડીયાના અંતિમ દિવસોમાં જિલ્લામાં સજાર્યેલા બડીયા વાતાવરણ વચ્ચે સતત બીજા દિવસે પણ શ્રાવણી સરવડા વરસવાનો દૌર યથાવત રહેતા તળાજામાં અડધો જયારે વંભીપુર, ગારિયાધાર અને જેસર પંથકમાં પા, પા ઇંચ વરસાદ પડયો હતો. જયારે ભાવનગર શહેર સહિત સિહોર, ઉમરાળા, પાલિતાણા અને ઘોઘામાં હળવા ઝાપટા વરસ્યા હતા. જયારે આજથી બે દિવસ સુધી જિલ્લામાં ભારે થી અતિ ભારે વરસાદ પડવાની હવામાન વિભાગ દ્વારા કરવામાં આવેલી આગાહીના પગલે તંત્ર સાબદુ બન્યુ છે. અને તમામ અધિકારીઆેને હેડકવાર્ટર નહિ છોડવા તેમજ પુર સહિતની પરિિસ્થતિની પહાેંચી વળવા સહિતના ઉચ્ચ કક્ષાએથી આદેશો જારી કરાયા છે.
દરમ્યાનમાં આજે સવારે પુરા થતા 24 કલાકમાં નાેંધાયેલા તાપમાનમાં મહત્તમ 27.5 ડિગ્રી, લઘુત્તમ 24.2 ડિગ્રી, ભેજનું પ્રમાણ 90 ટકા જયારે પવનની ઝડપ પ્રતિ કલાક 4 કિલોમીટરની રહી હતી.

print

Comments

comments

VOTING POLL