શ્રીનગરના બટમાલુમાં આતંકી હુમલામાં એક જવાન શહીદઃ 4 ઘાયલ

August 12, 2018 at 11:58 am


જમ્મુ-કાશ્મીરના બટમાલુ વિસ્તારમાં સુરક્ષાબળો અને આતંકીઆેની વચ્ચે જૂથઅથડામણ ચાલુ છે. રવિવાર સવારે શરુ થયેલ અથડામણમાં
એક એસઆેજી જવાન શહીદ થઇ ગયો. આ સિવાય જમ્મુ-કાશ્મીર પોલીસનો એક જવાન અને બે સીઆરપીએફના જવાન ઘાયલ થયા છે.
હાલ સુરક્ષાબળોએ વિસ્તારને ઘેરી લીધો છે અને અથડામણ ચાલુ છે. આતંકી એનકાઉન્ટર સાઇટ પરથી ભાગી ગયા છે. પરંતુ તેમને મદદ
કરનારા બે ની ધરપકડ કરી લીધી છે તેવી ચર્ચા છે.
મળતી માહિતી પ્રમાણે રવિવાર સવારે આ અથડામણ શરુ થઇ. ડીજીપી એસપી વૈÛે કહ્યું કે શ્રીનગરના બટમાલુમાં કેટલાંક આતંકીઆે
છુપાયાની માહિતી બાદ આૅપરેશન ચલાવામાં આવ્યું. વૈÛે કહ્યું કે આ દરમ્યાન બંને બાજુથી ગોળીબાર થયો. તેમાં એસઆેજીનો એક
જવાન શહીદ થયો. અથડામણમાં એક પોલીસકર્મી અને સીઆરપીએફના પણ બે જવાન ઘાયલ થયા છે. ડીજીપીના મતે આંતકીઆેના
વિરુÙ આેપરેશન ચાલુ છે.
મીડિયા રિપોટ્ર્સના મતે વિસ્તારના ઘેરાબંધી તપાસી અભિયાન ચલાવામાં આવી રહ્યું છે. વિસ્તારમાં અંદાજે ત્રણ આતંકી છુપાયાની
માહિતી સામે આવી રહી છે.
આપને જણાવી દઇએ કે આની પહેલાં જમ્મુ-કાશ્મીરના બારામુલા જિલ્લામાં 8 આૅગસ્ટના રોજ એનકાઉન્ટર બાદ ત્યાંથી હથિયારોનો જથ્થો
જપ્ત કરાયો છે. સુરક્ષાબળોની સાથે અહીની રાફિયાબાદ વિસ્તારમાં અથડામણ થઇ હતી. આ દરમ્યાન સુરક્ષાબળોએ પાંચ આંતકીને ઠાર
કર્યા હતા. આ કાર્યવાહી બાદ ત્યાં મોટાપાયા પર સર્ચ આેપરેશન ચાલી રહ્યું હતું. અથડામણ સ્થળથી સુરક્ષાબળોને કેટલીય રાઇફલો અને
મોટી માત્રામાં જીવતા કારતૂસ મળ્યા.

print

Comments

comments

VOTING POLL