શ્રીનગરની હોસ્પિટલમાં આતંકીઆેને ભગાડવા ફાયરિંગ

February 6, 2018 at 4:44 pm


જમ્મુ અને કાશ્મીરના શ્રીનગરમાં આવેલી મહારાજા હરીસિંહ હોસ્પિટલને આતંકીઆેએ નિશાન બનાવી છે. હોસ્પિટલની અંદર કેટલાંક ત્રાસવાદીઆેએ ફાયરિંગ કરી ફરાર થઈ ગયા છે. પાકિસ્તાની આતંકી નાવિદ ઉર્ફે અબુ હંઝુલા સહિત બે લોકો ફરાર થઈ ગયાં છે. આતંકીઆે દ્વારા કરવામાં આવેલાં ફાયરિંગમાં પોલીસના બે કર્મચારીઆે ઘાયલ થઈ ગયા છે. હુમલા બાદ સિક્યોરિટી આેફિસર્સે સમગ્ર વિસ્તારમાં ઘેરા બંધી કરી ફરાર આતંકીઆેને પકડવાની તજવીજ શરુ કરી છે. પ્રાથમિક વિગત મુજબ પોલીસવાળા 6 આતંકીઆેને હોસ્પિટલમાં ચેકઅપ કરાવવા માટે લાવ્યાં હતા.

પ્રાથમિક માહિતી મુજબ કેટલાંક આતંકીઆેના મેડિકલ ચેકઅપ માટે પોલીસ કર્મચારીઆે તેને મહારાજા હરીસિંહ હોસ્પિટલમાં લાવ્યાં હતા. જેમાં એક પાકિસ્તાની આતંકી નાવિદ ઉર્ફે અબુ હંઝુલા પણ સામેલ હતો. આ દરમિયાન કેટલાંક તેને પોલીસવાળાની રાયફલ ઝુંટવી હતી અને ફાયરિ»ગ શરુ કર્યું હતું. હંઝુલાના ફાયરિ»ગ બે પોલીસ કર્મચારી ઘાયલ થયાં છે. ફાયરિ»ગ બાદ પાકિસ્તાની આતંકી નાવિદ ઉર્ફે અબુ હંઝુલા સહિત બે આતંકીઆે ફરાર થવામાં સફળ રહ્યાં છે.

હંઝુલા થોડાં સમય પહેલાં જ થયેલાં ઉધમપુર હુમલામાં સામેલ હતો. જેને થોડાં સમય પહેલાં જ શોપિયાંથી પકડવામાં આવ્યો હતો. હોસ્પિટલમાં થયેલા આતંકી હુમલા બાદ સમગ્ર વિસ્તારને કોર્ડન કરી દેવામાં આવ્યો છે.હુમલા પછી શ્રીનગરના ઈિમ્તયાઝ ઈસ્માઇલે કહ્યું કે, અમે તમામ આતંકીઆેને ચેકઅપ માટે હોસ્પિટલ લાવ્યાં હતા, જે દરમિયાન તેઆેએ અમારા પર હુમલો કર્યો હતો. આ હુમલામાં એક આતંકી ફરાર થવામાં સફળ રહ્યાે છે.

પ્રાપ્ત થતી માહિતી મુપજબ ફરાર થયેલો આતંકી નાવિદ પાકિસ્તાનનો રહેવાસી છે. થોડાં સમય પહેલાં તેને સુરક્ષા જવાનોએ કુલગામ હુમલા દરમિયાન શોપિયાંથી પક્ડયો હતો. નાવિદ પર ઉધમપુરમાં ના કાફલા પર હુમલો કરવાનો આરોપ છે. માનવામાં આવે છે કે આતંકીઆે આ નાવિદ ઉર્ફે અબુ હંઝુલાને છોડાવવા જ આવ્યાં હતા જેમાં તેઆેને સફળતા મળી છે. પોલીસ અને સેનાએ સમગ્ર વિસ્તારમાં સઘન તપાસ અભિયાન શરુ કર્યું છે કે જેથી નાવિદ અને તેના સાથીઆે પકડાય જાય.

print

Comments

comments

VOTING POLL