શ્રીનગરમાં ભારે બરફવષાર્ઃ અનેક લોકો ફસાયાઃ 5.6 મીમી બરફ પડયો!

January 12, 2019 at 10:30 am


ઉત્તર ભારતના જમમુ-કાશ્મીરમાં શ્રીનગરમાં ગઈકાલે થયેલી બરફવષાર્ને કારણે ઘાટીનો નજારો એકદમ ખૂબસુરત થઈ ગયો હતો જ્યારે શ્રીનગર જમ્મુ રાષ્ટ્રીય રાજમાર્ગ બંધ થવાને કારણે અનેક લોકો બરફની વચ્ચે ફસાઈ જતાં થર થર ધ્રુજ્યા હતા. બીજી બાજુ િસ્વત્ઝરલેન્ડમાં પણ ભારે બરફવષાર્ થઈ હતી.
હવામાન વિભાગના એક અધિકારીએ જણાવ્યું કે ઘાટીના મેદાની વિસ્તારો સહિત કાશ્મીરમાં ગુરૂવારે રાત્રે પણ બરફવષાર્ થઈ હતી જે શુક્રવાર સવાર સુધી યથાવત રહી હતી. ઘાટીના શ્રીનગરમાં ગઈકાલે સવારે સાડા આઠ વાગ્યા સુધી 5.6 એમએમ બરફવષાર્ થઈ હતી. એરપોર્ટના એક અધિકારીએ જણાવ્યું કે બરફવષાર્ છતાં હવાઈ સેવા યથાવત રહેવા પામી છે.
બરફવષાર્ને કારણે કાશ્મીરરને દેશના અન્ય વિસ્તારોના તમામ હવામાનથી જોડનારી એકમાત્ર સડક શ્રીનગર-જમ્મુ રાષ્ટ્રીય રાજમાર્ગ બંધ થઈ ગયો છે. અહી અવર-જવર નિયંત્રણની કામગીરી સંભાળતાં એક અધિકારીએ જણાવ્યું કે બરફવષાર્ અને લપસી જવાની સ્થિતિને કારણે સવારે શ્રીનગર-જમ્મુ રાષ્ટ્રીય રાજમાર્ગ પર અવર-જવર બંધ કરી દેવામાં આવી હતી.
ઉત્તર ભારતના જમ્મુ-કાશ્મીરમાં કારગીલ સૌથી ઠંડુ રહ્યું હતું. અહી પારો શૂન્યથી 15 ડિગ્રી સુધી સરકી ગયો હતો. ન્યુનત્તમ તાપમાન 9.5 તો ગુલમર્ગમાં ન્યુનત્તમ તાપમાન 7.5 ડિગ્રી નાેંધાયું હતું. ત્યારબાદ કોકેરનાગ શહેરનું ન્યુનત્તમ તાપમાન ગુરૂવારે રાત્રે શૂન્યથી 2.2 ડિગ્રી સેલ્સીયસ નાેંધાયું હતું.
જમ્મુ-કાશ્મીર ઉપરાંત ઉત્તરાખંડમાં હવામાને ફરી એક વખત પલટો માર્યો હતો. હવામાન વિભાગે ઉત્તરાખંડના ત્રણેય જિલ્લામાં ભારે બરફવષાર્નું એલર્ટ જારી કર્યું છે. જ્યારે મસૂરી સહિત દહેરાદૂન સાથે જોડાયેલા પહાડી વિસ્તારોમાં પણ સામાન્ય બરફવષાર્ની સંભાવના વ્યક્ત કરી છે.

print

Comments

comments

VOTING POLL