શ્રીનિવાસે દિલ્હીમાં ચાર્જ સંભાળ્યો: હારિત શુકલા રેવન્યુ વિભાગના ઇન્ચાર્જ

May 19, 2017 at 6:36 pm


રાજ્યના રેવન્યુ વિભાગના અગ્રસચિવ કે.શ્રીનિવાસની નિમણૂક દિલ્હી ખાતે ડિપાર્ટમેન્ટ ઓફ પર્સોનલ એન્ડ ટ્રેનિંગમાં થતાં તેમણે ગત તા.17ના રોજ ગુજરાતના અગ્ર સચિવ તરીકેનો ચાર્જ છોડી દીધો છે અને દિલ્હી ખાતેની નવી જવાબદારીનો હવાલો તા.18ના રોજ ગઈકાલે સંભાળી લીધો છે.
કે.શ્રીનિવાસનની દિલ્હી ખાતે નિમણૂક થતાં તેમની જગ્યાએ રેવન્યુ વિભાગના અગ્રસચિવની જવાબદારી કોને સોંપવામાં આવશે તે બાબતે છેલ્લા કેટલાક સમયથી અનુમાનો અને અટકળો તેજ બની હતી. રાજ્ય સરકારે આ જવાબદારી જમીન સુધારણા વિભાગના અગ્રસચિવ અને રાજકોટ જિલ્લાના પ્રભારી સચિવ હારિત શુકલાને સોંપવાનો નિર્ણય કરતાં હારિત શુકલાએ આ વધારાની જવાબદારી પણ સંભાળી લીધી છે.

print

Comments

comments

VOTING POLL