શ્રીશ્રીની સંસ્થાના પરિણામે યમુનાને મોટુ નુકસાન થયું

December 7, 2017 at 7:32 pm


નેશનલ ગ્રીન ટ્રીબ્યુનલે આજે શ્રીશ્રી રવિશંકરની આર્ટ આેફ લિવિંગ ફાઉન્ડેશનને યમુના વિસ્તારમાં નુકસાન કરવા બદલ જવાબદાર ઠેરવી હતી. માર્ચ 2016માં તેના દ્વારા આયોજિત કરવામાં આવેલા વર્લ્ડ કલ્ચર ફેસ્ટિવલના કારણે યમુનાના મેદાની ભાગાેમાં પ્રદૂષણ વધ્યું હતું. શ્રીશ્રીની આર્ટ આેફ લિવિંગ ફાઉન્ડેશને યમુનાને નુકસાન કર્યું છે તેમ જણાવીને એનજીટી દ્વારા એઆેએલ ઉપર નવો દંડ લાગૂ કરવાનાે ઇન્કાર કયોૅ હતાે અને કહ્યું હતું કે, પહેલાથી જ પાંચ કરોડનાે દંડ લાગૂ કરવામાં આવી ચુક્યો છે. એનજીટીના અધ્યક્ષ જસ્ટિસ સ્વતંત્રકુમારના નેતૃત્વમાં બેંચે એઆેએલ ઉપર કોઇ વધુ પર્યાવરણ દંડ લાગૂ કરવાનાે ઇન્કાર કયોૅ હતાે. તેના ઉપર પહેલાથી જ પાંચ કરોડનાે દંડ લાગૂ કરવામાં આવી ચુક્યો છે. બેંચે કહ્યું હતું કે, યમુનાને નુકસાન કરવા બદલ એઆેએલને પહેલાથી જ જવાબદાર ઠેરવવામાં આવે છે. નિ»ણાત સમિતિ દ્વારા સુપરત કરવામાં આવેલા અહેવાલના આધાર પર આ નિર્ણય કરવામાં આવ્યો હતાે. જસ્ટિસ જવાદ રહીમ અને નિ»ણાત સÇય ડીએસ સજવાનના નેતૃત્વમાં બેંચે યમુનાને થયેલા નુકસાનના સંદર્ભમાં મૂલ્યાંકન કર્યું હતું. સાથે સાથે નિ»ણાત પેનલની ભલાણમના આધાર પર કેટલીક ગણતરી કરી હતી. ટ્રીબ્યુનલે કહ્યું છે કે, કેસમાં સમારકામના ખર્ચનાે આંકડો પાંચ કરોડથી ઉપર પહાેંચી ચુક્યો છે અને આ વસુલી આર્ટ આેફ લિવિંગ પાસેથી કરવામાં આવશે. જો કે, એનજીટીએ કહ્યું છે કે, જો ખર્ચનાે આંકડો પાંચ કરોડથી આેછો રહેશે તાે બાકીની રકમ ફાઉન્ડેશનને પાછી આપી દેવામાં આવશે. એનજીટીનું કહેવું છે કે, યમુનાના કિનારાના વિસ્તારોનાે ઉપયોગ હવે કોઇપણ પ્રવૃિત્ત માટે કરવામાં આવશે નહીં. એવી કોઇ પ્રવૃિત્ત માટે કરવામાં આવશે નહીં જેના કારણે પર્યાવરણને નુકસાન થઇ શકે. એનજીટી દ્વારા ડીડીએની ઝાટકણી કાઢવામાં આવી હતી.

print

Comments

comments

VOTING POLL