સંજય દત્તે બાળકો સાથે પ્રથમ વખત ફોટોશૂટ કરાવ્યું

November 14, 2017 at 7:31 pm


સંજય દત્તે પહેલી વખત તેના ટવિન્સ સાથે કોઇ સામયિક માટે ફોટોશૂટ કરાવ્યું છે. તેમાં દત્ત એક જવાબદાર પિતા તરીકે બહત્પ સુંદર અંદાજમાં દેખાઇ રહ્યો છે. તેણે આ ફોટોશૂટની તસવીરો ઇન્સ્ટાગ્રામ પર શેર કરી છે. પુત્ર શાહરાન અને પુત્રી ઇક્રા સાથે કરાયેલા આ શૂટની તસવીરોની નીચે દત્તે લખ્યું છે કે મારા માટે આ મારી દુનિયા છે.
તે કહે છે, મારા બાળકોને મોટા થતા જોવા, તેમને સમજદાર થતા જોવા, ખાસ કરીને યારે રેસ્ટોરન્ટમાં તેઓ તેમની ખાણી–પીણીનો પોતે ઓર્ડર આપે છે ત્યારે…. આ એક બહત્પ સુંદર અહેસાસ છે. તેમને જોઇને બહત્પ ખુશી મળે છે. સંજય દત્ત તેના બાળકો વિશે એક વાત શેર કરતા કહે છે કે તેઓ મને એ પણ કહે છે કે મારે શું પહેરવું જોઇએ અને શું નહીં. યારે અમે શોપિંગ માટે જઇએ છીએ તો ઇક્રા મારા ટી શર્ટ અને તેના ટાયઝ પસદં કરે છે.
સંજય દત્ત એક સારા પિતાની જેમ તેના બાળકોની સ્કૂલ મીટિંગ, સમારોહથી લઇને ટિફિનમાં શું આપવાનું તેનો પૂરો ખ્યાલ રાખે છે. એટલું જ નહીં, પણ સંજય ઇક્રા અને શાહરાન સાથે બેસીને કાર્ટૂન પણ જોવે છે.

print

Comments

comments

VOTING POLL