સંજય લીલા ભણસાલી સાથે કામ કરવા ઈચ્છે છે : ગૌહર ખાન

February 23, 2018 at 2:46 pm


મોડલિંગની દુનિયાથી લઇને હિન્દી ફિલ્મોસુધી તમામને પ્રભાવિત કરનાર મોડલ અને અભિનેત્રી ગૌહર ખાન બોલિવૂડમાં પોતાની કામગીરી અંગે આશાવાદી દેખાઈ રહી છે. ગૌહરનું કહેવું છે કે તે સંજય લીલા સાથે કામ કરવાની ઇચ્છા ધરાવે છે. ટીવી પર બિગ બોસ-7માં ગૌહર વિજેતા જાહેર થઇ હતી.ગૌહર ખાન પોતાની કરિયરમાં ટીવી, થિયેટર અને ફિલ્મોમાં કામ કરી ચુકી છે. તે એવી અભિનેત્રીઓમાં સામેલ છે જે અલગ પ્રકારના રોલ કરવામાં વિશ્વાસ રાખે છે. સ્વતંત્ર વિચારધારા ધરાવતી ગૌહર મહિલાઓના સશક્તિકરણમાં વિશ્વાસ રાખે છે.થોડાક દિવસ પહેલા ગૌહર એક ફેશન સાથે સંબંધિત કાર્યક્રમમાં જોવા મળી છે. ગોહરે કહ્યું કે તેની પાસે સારી ફિલ્મોની ઓફર આવી રહી છે. રોકેટ સિંહ, ઇશ્કજાદે, બદ્રીનાથ કી દુલ્હનિયા અને બેગમજાન જેવી ફિલ્મોમાં કામ કરી ચૂકી છે ગૌહર.

print

Comments

comments

VOTING POLL