સંજીવ ભટ્ટના રિમાન્ડના મામલે હાઇકોર્ટમાં આજે વધુ સુનાવણી

September 11, 2018 at 11:48 am


પાલનપુર કોર્ટે 22 વર્ષ જૂના કેસમાં સંજીવ ભટ્ટને રિમાન્ડ પર સાેંપવાનો ઇન્કાર કરતાં સમગ્ર મામલે રાજ્ય સરકારે હાઇકોર્ટ સમક્ષ ધા કરી છે. સરકારે રિટમાં એવું જણાવ્યું છે કે,આ સમગ્ર મામલે યોગ્ય તપાસ માટે આરોપીની કસ્ટોડિયલ તપાસ કરવી આવશ્યક છે. આ કેસમાં હવે આજે વધુ સુનાવણી હાથ ધરાય એવી શક્યતા છે.
આ કેસની હકીકત મુજબ પાલનપુરમાં 22 વર્ષ પહેલા એક વ્યિક્તને અફીણના ખોટા કેસમાં ફસાવી દેવાના મામલે ધરપકડ કરાયેલા પૂર્વ આઇપીએસ સંજીવ ભટ્ટને રિમાન્ડ પર મેળવવા માટે સરકારે હાઇકોર્ટમાં રિટ કરી છે. જેમાં સરકાર તરફે એવી રજૂઆત કરવામાં આવી હતી કે,પોલીસ દ્વારા મેજિસ્ટ્રેટ સમક્ષ 18 જેટલા કારણો રજૂ કર્યા હતા. અફીણ કોણે પ્લાન્ટ કર્યુંં. તે કોણ લાવ્યું તેની પણ તપાસ કરવાની છે. બનાસકાંઠાના તત્કાલીન ડીએસપી ભટ્ટે અફીણના કેસમાં ફસાવેલા આરોપીને એવી ધમકી આપી હતી કે, જો તે તાબે નહી થાય તો અફીણનો મોટો જથ્થો બતાવી તેને ફસાવી દેવામાં આવશે. તો તેમની પાસે અગાઉ કેટલો જથ્થો હતો તેની પણ તપાસ કરવાની છે.
આરોપી પાલી ખાતે રહે છે તેટલી જ માહિતી હતી અને કુટરમલ એટલી જ માહિતી હતી તો પોલીસ સીધા તેના ઘર સુધી કઇ રીતે પહાેંચી તે પણ તપાસ કરવાની છે. આરોપીઆે વચ્ચેના ફોન કોલ્સના સીડીઆર પણ સ્પષ્ટ કરે છે. આ તમામ બાબતોની તપાસ માટે ભટ્ટની પોલીસ કસ્ટડીમાં હાજરી આવશ્યક છે. તેથી તેને રિમાન્ડ પર સાેંપવો જોઇએ. બીજી તરફ ભટ્ટ તરફથી એવી રજૂઆત કરાઇ હતી કે,આરોપીને રિમાન્ડ પર ન સાેંપવાનો નીચલી અદાલતનો નિર્ણય યોગ્ય છે.

print

Comments

comments

VOTING POLL