સંતબાબા ટહેલીયારામ સાહેબજીનો વાર્ષિક નિવાર્ણ મહોત્સવની ધામધૂમથી ઉજવણીઃ આજે પૂણાર્હુતિ

June 19, 2018 at 7:13 pm


સિંધી સમાજના પરમ પૂજય સંત બાબા ટહેલીયારામ સાહેબજીના 38મા વાર્ષિક નિવાર્ણ મહોત્સવની ઉજવણીનો ધર્મોલ્લાસ સાથે રવિવારથી પ્રારંભ થયો હતો. આજે મહોત્સવના અંતિમ ચરણમાં ‘આજકાલ’ દૈનિક ગ્રુપના મોભી અને સિંધી સમાજના શ્રેષ્ઠી ધનરાજભાઈ જેઠાણીએ પૂજન-અર્ચન કરી ધન્યતા અનુભવી હતી. 5-ગાયકવાડી પ્લોટમાં આવેલ સંત બાબા જુડીયારામ સાહિબ ગુરૂમંદિર અને પૂજય સાંઈ વાસદેવલાલજીની અધ્યક્ષતામાં રવિવારથી મહોત્સવ ધામધૂમથી ઉજવાઈ રહ્યાે છે. દરરોજ શબ્દકિર્તન, અખંડ પાઠ સાહેબ, સત્સંગ સહિત ધામિર્ક અને સાંસ્કૃતિક કાર્યક્રમો સાથે આ ઉજવણીમાં બહોળી સંખ્યામાં ભાવિકો જોડાયા હતા. આજે મહોત્સવની પૂણાર્હુતિ થઈ છે. આ ત્રિદિવસીય મહોત્સવમાં જલગાંવથી બાબા ગરીબદાસ સાહિબ, બાલક મંડળીના મનોહરલાલ કનૈયાલાલ, ભાવનગરના ભાઈ તુલસીદાસ ગુરૂભાણી, જેતપુરથી ભગત પ્રભુદાસ અને મંડળી, ઉતમલાલ વનવાણી એન્ડ પાર્ટીનો મ્યુઝિકલ પ્રાેગ્રામ, ઉલ્લાસનગરથી ગૌરાંગીદેવી દાસી, સંતબાબા ટહેલીયારામ સાહેબ બાલક મંડળી તેમજ રાજકોટ સૌરાષ્ટ્રના કલાકારો દ્વારા સત્સંગ કાર્યક્રમ યોજાયા હતા.

Comments

comments

VOTING POLL

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *