સંન્યાસીને સિંહાસન: હિન્દુવાદનો સ્પષ્ટ સંદેશો

March 20, 2017 at 6:26 pm


યોગી આદિત્યનાથને યુપીમાં મુખ્યમંત્રીપદ આપી ભાજપે સંઘ પરિવારને રાજી કરી કટ્ટર હિન્દુત્વવાદનો સ્પષ્ટ સંદેશ આપ્યો છે. હિન્દુત્વના પ્રખર હિમાયતી, કટ્ટરવાદી, મુિસ્લમવિરોધી માનસિકતા ધરાવતા 44 વર્ષના યોગી આદિત્યનાથ આખરે ભારતના સૌથી વધુ વસતી ધરાવતા ઉત્તરપ્રદેશના મુખ્યમંત્રી બની ચૂક્યા છે. યોગી આદિત્યનાથને મુખ્યમંત્રીપદ ફાળવવામાં વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદી અને ભાજપના રાષ્ટ્રીય અધ્યક્ષ અમિતભાઈ શાહ ઉપરાંત સંઘ પરિવારની પણ ખાસ્સી મહત્વપૂર્ણ ભૂમિકા રહી છે.

લોકસભાના પાંચ વખતના સાંસદ ભાજપ નેતા યોગી આદિત્યનાથ એક પ્રખર હિન્દુત્વવાદી માસ્ક છે. ભડકાઉ પ્રવચનોથી સતત વિવાદમાં રહેવાની ટેવ ધરાવતા આદિત્યનાથ પાકિસ્તાન હોય કે ઇસ્લામ પોતાનું મંતવ્ય રજૂ કરનાર એક આખાબોલા નેતા મનાય છે. અયોધ્યાના વિવાદિત સ્થળ પર રામ મંદિર બાંધવાના પ્રખર આગ્રહી અને હિન્દુ રાષ્ટ્રના હિમાયતી આદિત્યનાથે તાજેતરમાં પૂરી થયેલી વિધાનસભાની ચૂંટણીમાં પૂવ} યુપીમાં ભાજપના હિન્દુત્વના એજન્ડાનો જોરદાર પ્રચાર-પ્રસાર કર્યો હતો. હવે યુપીના આગામી સીએમ આદિત્યનાથ અનેક વખત તેમની પાર્ટી સામે પણ બળવો કરી ચૂક્યા છે. પરંતુ હિન્દુ મતદારો પર તેમની પકડને કારણે ભાજપ દેખીતી રીતે તેમની નેતાગીરીની ગુણવત્તા સામે આંખ આડા કાન ન કરી શક્યો. 2015માં અસહિષ્ણુતાની ચર્ચામાં એક્ટર શાહરૂખ ખાનને પાકિસ્તાની આતંકી હાફિઝ સઇદ સાથે સરખાવીને આદિત્યનાથે સૂર્ય નમસ્કાર નહિ કરી શકનાર લોકોને ભારત છોડી દેવાનું કહ્યું હતું.
ઉત્તરાખંડના એક નાનકડા ગામમાં પાંચ જૂન 1972માં જન્મેલા યોગી આદિત્યનાથનું અસલી નામ અજયસિંહ નેગી છે. ગઢવાલ યુનિવસિર્ટીમાંથી તેઆે ગણિત સાથે બીએસસી થયા છે. ગોરખપુરના પ્રસિધ્ધ ગોરખનાથ મંદિરના મહંત એવા યોગીએ 1998માં સંન્યાસ લીધો હતો. 1998થી ફક્ત 26 વર્ષની ઉંમરથી ગોરખપુર લોકસભા મતવિસ્તારનું સતત પ્રતિનિધિત્વ કરી રહેલા યોગી ભાજપનો સૌથી વિશ્વાસપાત્ર ચહેરો મનાય છે તો સાથેસાથે હિન્દુત્વ સાથેનો તેમનો નાતો પણ કટ્ટર રહ્યાે છે. 2014માં તેઆે પાંચમી વાર ભાજપના સાંસદ બન્યા છે. યોગીના ગુરુ અવૈÛનાથે રાજકીય સંન્યાસ લીધા પછી યોગી લાઈમ લાઈટમાં આવ્યા હતા. હિન્દુ યુવા વાહિની નામના સંગઠનની તેમણે રચના કરેલી છે જેનું કામ ધર્મ પરિવર્તન અને લવ જેહાદના મુદ્દાઆે સામે લડતનું છે. યોગી તેમના વિવાદાસ્પદ નિવેદનો માટે વારંવાર ચર્ચામાં રહે છે. 2007માં ગોરખપુરમાં રમખાણો થતાં તેમને મુખ્ય આરોપી બનાવીને ધરપકડ કરાઈ હતી. યોગી સામે આ ઉપરાંત ઘણાં ગુનાઆે નાેંધાયેલા છે. ચૂંટણી પૂર્વે ધામિર્ક કાર્ડ રમતાં ફાયરબ્રાન્ડ નેતાએ કહ્યું હતું કે લવ જિહાદ અને કૈરાના હિન્દુ નિષ્કાસન જેવા વિવાદાસ્પદ મુદાઆે તેમની પાર્ટીના એજન્ડામાં રહેશે. તેમની સામે રામમંદિરનો મુદ્દાે પણ પડકારભર્યો છે ત્યારે જોવાનું એ રહે છે કે યોગી આદિત્યનાથ 2019ની લોકસભાની ચૂંટણીમાં પક્ષને કેટલા મદદરૂપ થાય છે.

print

Comments

comments

VOTING POLL