સંપિત્તની વિગતાે આપવા તમામ અધિકારીઆેને યોગીનાે આદેશ

March 20, 2017 at 8:05 pm


ઉત્તરપ્રદેશના મુખ્યમંત્રી બનતાની સાથે જ યોગી આદિત્યનાથે ભાજપના વચનાેને પૂર્ણ કરવાની દિશામાં શરૂઆત કરી દીધી છે અને આ દિશામાં ઝડપથી આગળ વધી ગયા છે. મુખ્યમંત્રી બનતાની સાથે જ વહીવટી તંત્ર પણ સક્રિય થઈ ગયું છે. અલ્હાબાદમાં બે ગેરકાયદે કતલખાનાઆેને સીલ પણ કરી દેવામાં આવ્યા છે. બીજી બાજુ અન્ય કેટલાક આદેશો પણ જારી કરી દેવામાં આવ્યા છે. જેના ભાગરૂપે 15 દિવસની અંદર જ ઈન્કમટેક્સ અને તેમની સંપિત્તની વિગત ઉપલબ્ધ કરાવવા માટે તમામ યુપી સરકારના અધિકારીઆેને સ્પષ્ટ આદેશ જારી કરી દેવાયા છે. યોગી આદિત્યનાથે આજે 15 દિવસમાં જ સંપિત્ત જાહેર કરવા માટે સૂચના આપી હતી. જેથી તમામ ટોચના અધિકારીઆેમાં ખળભળાટ મચી ગયો છે. યોગી આદિત્યનાથે ભાજપના વચનાે પૂર્ણ કરવાની દિશામાં પહેલા જ દિવસથી કામગીરી શરૂ કરી દીધી છે. બીજી બાજુ યોગીએ લોકભવનમાં તમામ વિભાગાેના વરિષ્ઠ અધિકારીઆે સાથે બેઠક યોજી હતી. આ બેઠકમાં નાયબ મુખ્યમંત્રી કે.પી. મૌર્ય અને દિનેશ શમાૅ પણ ઉપસ્થિત રહ્યાા હતા. યોગી આદિત્યનાથે સંપૂર્ણ એકશનમાં દેખાઈને વીવીઆઈપી ગેસ્ટ હાઉસમાં ટોચના અધિકારીઆે સાથે વાતચીત કરી હતી. મુખ્ય સચિવ રાહુલ ભટનાગર પણ સાથે પણ વાત કરી હતી. સાેમવારના દિવસે આજે તેઆે પ્રથમ વખત લોકભવનમાં પાેતાની આેફિસમાં પહાેંચ્યા હતા. તમામ અધિકારીઆેની સાથે કરવામાં આવેલી બેઠકમાં ભાજપના સંકલ્પપત્ર મુજબ કામ કરવા માટેના આદેશ જારી કરવામાં આવ્યા હતા. તમામ અધિકારીઆેને સ્વચ્છતાના શપથ પણ લેવડાવવામાં આવ્યા હતા. અધિકારીઆે સાથે મુખ્યમંત્રીની આ પ્રથમ બેઠક હતી. અધિકારીઆે સાથે પણ વાતચીત ચાલી રહી છે. જેના લીધે બદલીઆેને લઈને અટકળોનાે દોર શરૂ થયો છે. આજે ડીજીપી જાવેદ અહેમદ સાથે પણ યોગીએ વાતચીત કરી હતી.

આ ગાળા દરમ્યાન તેઆેએ બહુજન સમાજ પાટીૅના નેતાની હત્યાના મુદ્દા ઉપર ચિંતા વ્યક્ત કરી હતી. સાથે સાથે પાેલીસ પ્રમુખને રાજ્યમાં કાયદો અને વ્યવસ્થાની સ્થિતિને તરત જ મજબૂત કરવા માટે સૂચના આપી હતી. યોગીએ જાવેદને પ્રદેશના તમામ જિલ્લા પાેલીસ અધિકારીઆે સાથે વાતચીત કરીને 15 દિવસમાં જ રાજ્યમાં પાેલીસ વ્યવસ્થા સુધારવા માટે બ્લુ પ્રિન્ટ તૈયાર કરવા કહી દેવામાં આવ્યું છે. આદિત્યનાથના શપથના દિવસે જ મોડી રાત્રે અલ્હાબાદમાં 60 વષીૅય બસપ નેતા મોહંમદ સામીની હત્યા કરી દેવામાં આવી હતી. સામીને તેમના ઘરની બહાર જ ગાેળી મારી દેવામાં આવી હતી. પ્રદેશમાં ભાજપની સરકાર બન્યા બાદ આ પ્રથમ અપરાધિક ઘટના હતી. યોગી શપથ ગ્રહણ પહેલા મુખ્યમંત્રી તરીકે સક્રિય થઈ ગયા હતા. શપથ પહેલા જ શનિવારે રાત્રે ડીજીપીને મળીને ઉજવણીના બહાને પ્રદેશમાં કોઈ ખલેલ ન પહાેંચાડી શકે તેવા વ્યવસ્થા ગાેઠવવાનાે આદેશ કયોૅ હતાે. યોગી આદિત્યનાથ એક પછી એક પગલાં લેવાની દિશામાં સક્રિય થઈ ગયા છે. કરેલી પાેલીસની ઉપસ્થિતિમાં અટાલા અને નૈનીના ચકદાેંદી વિસ્તારમાં નિયમોની વિરૂદ્ધ ચાલી રહેલા કતલખાનાને તાળા મારી દેવામાં આવ્યા છે. શહેરમાં કરેલી સ્થિત વિસ્તારમાં કતલખાના ચાલી રહ્યાા હતા. ઉત્તરપ્રદેશ વિધાનસભાની ચૂંટણી દરમિયાન ભાજપે ગેરકાયદે ચાલી રહેલા કતલખાનાઆેને બંધ કરવાનું વચન આપ્યું હતું. શપથ લીધા બાદ યોગી આદિત્યનાથે કતલખાનાને બંધ કરવાની જાહેરાત કરી દીધી હતી. આની સાથે જ વહીવટીતંત્રએ પગલાં લેવાની શરૂઆત પણ કરી દીધી છે.

print

Comments

comments

VOTING POLL