સંસદનું શિયાળુ સત્ર બેકારઃ લોકસભામાં 47 ટકા, રાજ્યસભામાં 27 ટકા કામકાજ થયું

January 11, 2019 at 11:23 am


સંસદનું શિયાળુ સત્ર પૂર્ણ થયું છે. અનેક કારણસર લોકસભા અને રાજ્યસભા અવારનવાર મુલતવી રહી હતી. લોકસભામાં 47 ટકા કામકાજ થયું હતું, જયારે રાજયસભામાં કુલ 27 ટકા કામકાજનું પ્રમાણ હતું, એમ સંસદીય બાબતોના પ્રધાન નરેન્દ્રસિંહ તોમરે જણાવ્યું હતું. સવર્ણો માટે અનામત બિલ બંને ગૃહમાં પસાર થયાને તેમણે વિશેષ સિિÙ ગણાવી હતી.
થિંક ટેન્ક પીઆરએસ લેજિસ્લેટીવ રિસર્ચના આંકડા પ્રમાણે સંસદના શિયાળુ સત્રમાં 16મી લોકસભામાં ત્રીજું સૌથી આેછું કામકાજ થયું છે.
124મો બંધારણીય સુધારા ખરડો બંને ગૃહમાં પસાર થયો તે પણ એક વિશેષ સિિÙ છે જે આર્થિક નબળા વર્ગને 10 ટકા અનામત પુરી પાડે છે. કરોડો ભારતીયોને આવરી લેતો ખરડો પસાર થયો તે ઐતિહાસિક ક્ષણ હતી એમ તેમણે કહ્યું હતું.
આ બિલને સમર્થન આપનાર તમામ પક્ષ અને સભ્યોનો આભાર માન્યાે હતો.
રાજ્યસભામાં પેન્ડિંગ બિલ ટિ²પલ તલાક ખરડો તથા નાગરિકત્વ સુધારા ખરડાના સંદર્ભમાં સંસદીય બાબતોના રાજ્ય કક્ષાના પ્રધાન વિજય ગોયલે જણાવ્યું હતું કે, આ બંને ખરડા પસાર કરાવવા સરકાર પ્રતિબÙ છે જે લોકસભામાં પસાર થઈ ગયા છે.
લોકસભામાં 29 દિવસમાં 17 બેઠક થઈ હતી, જયારે રાજ્યસભામાં 30 દિવસમાં ફકત 18 બેઠક થઈ હતી. સત્ર દરમિયાન લોકસભામાં 12 બિલ અને રાજ્યસભામાં પાંચ બિલ રજૂ થયા હતા. તે પૈકી પાંચ ખરડા બંને ગૃહમાં પસાર થયા છે. ચાર પેન્ડિંગ બિલ રાજ્યસભામાં પાછા ખેંચાયા હતા, જેમાં નાલંદા યુનિવસિર્ટી સુધારિત બિલ, ઈન્ડિયન મેડિસિન સેન્ટ્રલ કાઉિન્સલ સુધારિત બિલ, હોમિયોપેથી સેન્ટ્રલ કાઉિન્સલ સુધારિત બિલનો સમાવેશ છે.

print

Comments

comments

VOTING POLL