સંસદને શાકમાર્કેટ બનતી અટકાવવા ‘બ્લેકઆઉટ’ ઉપર ગંભીર વિચારણા

July 12, 2018 at 10:59 am


આગામી 18મી જૂલાઈથી શરૂ થઈ રહેલું સંસદનું શિયાળું સત્ર ભાજપ-કાેંગ્રેસ સહિતના રાજકીય પક્ષો માટે અત્યંત મહત્ત્વનું બની ચૂક્યું છે ત્યારે પાછલા સત્રોના શોરબકોર અને દેકારાને ધ્યાનમાં રાખી આ વખતે સરકારે આ વખતે સંસદનો હોબાળો અટકાવવા માટે ‘બ્લેકઆઉટ’ વિકલ્પ પર વિચારણા શરૂ કરી દીધી છે. લોકસભા અને રાજ્યસભા ટીવીના લાઈવ પ્રસારણને પાંચ મિનિટ વિલંબથી બતાવવા માટે વિચારણા ચાલી રહી છે જેથી હંગામાના અંશોને કાપકૂપ કરીને તેને હતોત્સાહિત કરાઈ શકે અને સંસદને લઈને લોકોમાં ખોટી છાપ ઉપસ્થિત ન થાય.
કેન્દ્રીય રાજ્યમંત્રી વિજય ગોયલે એક અખબારને આપેલા ઈન્ટરવ્યુમાં જણાવ્યું કે આ સત્ર અમારા માટે અત્યંત મહત્ત્વપૂર્ણ છે કેમ કે અમારે છ વટહુકમ ઉપરાંત અનેક પેન્ડીગ બિલ પસાર કરાવવાના છે. તેમાં કરજ લઈને આર્થિક કૌભાંડ કરી વિદેશ ભાગી જનારા ભાગેડુંની સંપિત્ત જપ્ત કરવા સંબંધી વટહુકમ, દુષ્કર્મીઆેને કઠોર સજા આપવા, રાષ્ટ્રીય સ્પોર્ટસ યુનિવસિર્ટી, કરજ ન ચૂકવનારા ડિફોલ્ટર વિરુÙ કડક કાયદો, મોટર વાહન કાયદામાં સંશોધન જેવા બિલ મહત્ત્વપૂર્ણ છે. રાજ્યસભામાં મુિસ્લમ મહિલાઆેના અધિકારોની રક્ષા માટે ત્રણ તલાક અને રાષ્ટ્રીય પછાત વર્ગ આયોગને બંધારણીય દરજ્જો આપવા જેવા બિલ પસાર કરાવવા પણ સરકારના એજન્ડામાં છે.
સંસદમાં હોબાળાને રોકવા માટે સરકારની આ વખતે શું રણનીતિ રહેશે તેવા સવાલનો જવાબ આપતાં ગોયલે કહ્યું કે રાજકીય પક્ષોએ એ વાત ઉપર ધ્યાન આપવું પડશે કે પાછલા વર્ષોમાં સંસદમાં વિરોધ પ્રદર્શન ધરણા અને શોરબકોરથી અનેકગણા આગળ વધી ગયા છે. હવે સ્પીકર અથવા સભાપતિ સામે સરળતાથી બેનર અથવા પોસ્ટર ફરકાવવામાં આવે છે જેથી આ પ્રકારનો હંગામો ટીવી ઉપર દેખાય છે. એટલા માટે ચર્ચા થઈ રહી છે કે લોકસભા અને રાજ્યસભા ટીવીના લાઈવ પ્રસારણને પાંચ મિનિટના વિલંબથી દેખાડવામાં આવે જેથી હંગામાના અંશોની કાપકૂપ કરી તેને હતોત્સાહિત કરી શકાય.

print

Comments

comments

VOTING POLL