સંસદમાં ખરડો અને ગુજરાતમાં આવી જ માગણી કરનાર હાદિર્ક પટેલને જેલં ?

January 10, 2019 at 11:12 am


રાજ્યસભામાં સવર્ણને 10 ટકા અનામત આપવાના ખરડા પર ગરમાગરમ ચર્ચા થઈ હતી અને કાેંગીના સિનિયર નેતા કપિલ સિબ્બલે ગુજરાતના પાટીદાર અનામત આંદોલનનો મુદો ઉઠાવ્યો હતો. કપિલે ગૃહમાં સરકારની નીતિ-રીતિ અને દાનત પર શંકા ઉપજાવી એવો સવાલ કર્યો હતો કે, આવી જ અનામતની માગણી ગુજરાતમાં હાદિર્ક પટેલ ઘણા સમયથી કરી રહ્યાે છે તો તેને તમે જેલમાં કેમ નખાવી દીધોં જે બીલ તમે સંસદમાં પસાર કરાવી રહ્યા છો તેવી જ માગણી હાદિર્ક પટેલ ગુજરાતમાં કરી રહ્યાે છે તો આ શું રમત છેં

કપિલ સિબ્બલના આ પ્રñ સમયે ગૃહમાં થોડો દેકારો થયો હતો અને સંસદમાં હાદિર્ક પટેલ ફરી ચમકી ગયો હતો. સિબ્બલે સરકારની દાનત જ ખોરા ટોપરા જેવી છે તેમ કહીને પ્રñ કર્યો કે, સરકાર પાસે તો પુરા પાંચ વર્ષ હતા તો હવે ઉતાવળ શેની છેં કબિલે કહ્યું કે, બંધારણ બદલવા જઈ રહ્યા છે છતાં તેને સીલેકટ કમિટી સમક્ષ મુકવાની સરકારની કોઈ તૈયારી નથી માટે શંકા તો રહે જ છે. ચૂંટણી આવી રહી છે ત્યારે તેમાં લાભ ખાટવાના જ એકમાત્ર આશયથી આ નાટક ગોઠવાયું છે તેવો આરોપ કાેંગીના આનંદ શમાર્એ લગાવ્યો હતો. શમાર્એ કહ્યું કે, નબળા વર્ગના લોકોના કલ્યાણ માટે નહી બલ્કે સરકાર પોતાના ચૂંટણીના ફાયદા માટે આ બિલ લાવી છે તે નગ્ન સત્ય કોઈથી છુપું નથી. એમણે કહ્યું કે, દેશની જનતા ભોળી અને સજ્જન છે પરંતુ તે મુરખ નથી તે હકીકત સરકાર ભુલી જાય છે. જનતા એક વાર વચનોના ચક્રમાં ફસાઈને પસ્તાઈ રહી છે પરંતુ હવે હિસાબ દેવાનો સમય આવી રહ્યાે છે.

print

Comments

comments

VOTING POLL