સંસદીય સચિવને હૃદયરોગનો હુમલોઃ તબીયત સુધારા પર

September 12, 2017 at 9:23 pm


રાજ્યના સંસદીય સચિવ વાસણભાઇ આહિર અંજાર ખાતે યુવા સંમેલનના કાર્યક્રમમાં એકાએક તબીયત લથડતા સારવાર અથ£ ગાંધીધામની સ્ટલીર્ગ હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા હતા જ્યાં એન્જોગ્રાફી બાદ તેમની તબીયત સુધારા પર હોવાનું જાણવા મળેલ છે.

આ અંગેની મળતી વિગતો મુજબ અંજાર ખાતે યુવા ભાજપના વિજય વિશ્વાસ કાર્યક્રમમાં સંસદીય સચિવ અને અંજારના ધારાસભ્ય વાસણભાઇ આહિર ઉપિસ્થત હતા. એકાએક છાતીમાં દુઃખાવો ઉપડતા ખાનગી હોસ્પિટલમાં સારવાર માટે ખસેડવામાં આવ્યા હતા. તબીબ દ્વારા વધુ સારવાર માટે લઇ જવાનું જણાવતા ગાંધીધામની સ્ટલંગ હોસ્પિટલમાં લાવવામાં આવ્યા હતા. જ્યાં તેમના એન્જોગ્રાફી કરવામાં આવી હતી અને એક નસ બંધ હતી તેને ખોલવામાં આવી હતી. હાલમાં તેમની તબીયત સુધારા પર હોવાનું જાણવા મળે છે.

સંસદીય સચિવ વાસણભાઇ આહિરની સામાન્ય હૃદયરોગનો હુમલો હોવાનું જાણવા મળ્યું છે. આ સમાચાર ગાંધીધામ-અંજાર સહિતના વિસ્તારમાં પ્રસરતા ભાજપના આગેવાનો, કાર્યકતાર્આે સ્ટલંગ હોસ્પિટલે દોડી ગયા હતા. પરંતુ સામાન્ય શંqક્રયા બાદ હાલમાં તેમની તબીયત સુધારા પર હોવાનું જાણવા મળેલ છે.

print

Comments

comments

VOTING POLL