સગીરાનું બાવડુ ઝાલી છેડતી કર્યા બાદ શાળામાં પણ તોડફોડ

October 6, 2017 at 2:08 pm


તળાજાના વાટલીયા ગામના બનાવમાં આરોપી પિતા અને બે પુત્રો સામે પોલીસમાં ગુનો દાખલ

તળાજા તાલુકાના વાટલીયા ગામે સગીરા ભાગ લઇ ઘરે આવતી હતી ત્યારે આજ ગામના યુવાને તેણીનુ બાવડુ પકડી મોબાઇલ નંબર માંગી છેડતી કરી હતી જયારે યુવાન તથા તેના ભાઇ અને પિતાએ રાત્રે શાળામાં ચાલતા કાર્યક્રમમાં જઇ માઇકનુ મીક્ષ્ચર અને સાઉન્ડની પેટી તથા ફોકસ લાઇટ, સીરીઝ તોડી શાળાના આચાર્યને મુંઢમાર મારી સગીરો તથા તેના માતા-પિતાને જાનથી મારી નાખવાની ધમકી આપી નાસી છુટéા હતા.
આ બનાવની પોલીસ સુત્રો પાસેથી જાણવા મળતી વિગતો અનુસાર તળાજા તાલુકાના વાટલીયા ગામે રહેતા સગીરા ગઇકાલે સવારના સાડા દશ વાગે ભાગ લઇ ઘરે આવતી હતી ત્યારે આજ ગામમાં રહેતા ક્ષત્રિય ઉ5ેન્દ્રસિંહ ઉર્ફે મુન્નો ભરતસિંહ સરવૈયાએ તેણીનુ બાવડુ પકડી તેનો મોબાઇલ નંબર માંગી છેડતી કરી હતી.
સગીરા બાવડુ છોડાવી તેના ઘરે આવી ગઇ હતી અને રાત્રે શાળામાં કાર્યક્રમ હોય સગીરા તેના માતા-પિતા સાથે ગઇ હતી ત્યારે ઉ5ેન્દ્રસિંહ ઉર્ફે મુન્નો તથા તેનો ભાઇ શકિતસિંહ અને તેના પિતા ભરતસિંહ કુંવરસિંહ છરી લઇ શાળાએ જઇ ચાલુ કાર્યક્રમમાં માઇકનુ મીક્ષ્ચર તોડી નાખી સાઉન્ડ પેટી તોડી તેમજ ફોકસ લાઇટ અને સીરીઝ તોડી નાખી શાળાના આચાર્યને થપાટ મારી સગીરા તના તેના માતા-પિતાને જાનથી મારી નાખવાની ધમકી આપી નાસી છુટéા હતા.
આ બનાવ અંગે સગીરાના પિતાએ દાઠા પોલીસમાં ફરીયાદ લખાવતા પોલીસે ઉ5ેન્દ્રસિંહ ઉર્ફે મુન્ના વિરૂધ્ધ છેડતી અને પોકસો હેઠળ તેમજ તેના ભાઇ અને પિતા સહિત ત્રણેય વિરૂધ્ધ આઇપીસી કલમ 323, 504, 506/2, 114, 427, 509 અને જીપી એકટ 135 હેઠળ ગુનો નાેંધી વધુ તપાસ હાથ ધરી છે.

print

Comments

comments

VOTING POLL