સગીરાને ભગાડી જઇ દુષ્કર્મ આચરનાર શખ્સ દોષિત જાહેર

April 21, 2017 at 2:51 pm


બોટાદ તાલુકાના તાજપર ગામની 14 વર્ષની સગીરાને સવા વર્ષ પૂર્વે લલચાવી ફોસલાવી દુષ્કર્મ કરવાના ઇરાદે નસાડી ગયેલ તેની વિરૂધ્ધ દુષ્કર્મ પોક્સો સહિતની કલમો હેઠળનો કેસ અત્રેની એડીશ્નલ સેશન્સ કોર્ટમાં ચાલી જતાં સરકારી વકીલની તર્કબધ્ધ દલીલો વિવિધ ચૂકાદાઆે અને સાંયોગીક પુરાવાને ધ્યાને લઇ અદાલતે આરોપીને તકસીરવાન ઠેરવ્યો છે.
આ બનાવની જાણવા મળતી વિગતો અનુસાર બોટાદ તાલુકાના તાજપર ગામે રહેતી શ્રમિક પરિવારની મહિલા સવા વર્ષ પૂર્વે તેના ત્રણ માસુમ સંતાનોને ઘરે મુકી મજૂરી કામે ગઇ હતી.

શ્રમિક મહિલા સાંજે ઘેર આવી ત્યારે તેના દિકરાએ જણાવેલ કે પાટી ગામનો જીતેન્દ્ર ઉર્ફે ચકો નારણ બાઇક લઇ ઘરે આવ્યો હતો અને 14 વર્ષની દિકરીને લલચાવી ફોસલાવી લાઠીદડ ગામે લઇ ગયો હતો
આ બનાવ અંગે સગીરાની માતાએ બોટાદ પોલીસમાં પાટી ગામના જીતેન્દ્ર ઉર્ફે ચકો નારણભાઇ વિરૂધ્ધ ફરીયાદ લખાવતા પોલીસે આઇપીસી કલમ 363, 366, 376 અને પોકસો કલમ 3, 4, 8 મુજબ ગુનો નાેંધી જીતેન્દ્ર નારણભાઇની ધરપકડ કરવામાં આવી હતી.
આ અંગેનો કેસ અત્રેની 7મી એડિશ્નલ સેશન્સ કોર્ટમાં ચાલી જતાં એડીશ્નલ પીપી બી.કે. વોરાની તર્કબધ્ધ દલીલો વિવિધ દસ્તાવેજી પુરાવા વિવિધ કોર્ટના ચુકાદાઆેને ધ્યાને લઇ એડીશ્નલ સેશનસ જજ પરાશરએ આરોપી જીતેન્દ્ર ઉર્ફે ચકો નારણભાઇ પરમારને તકસીરવાન ઠેરવ્યો છે.

print

Comments

comments

VOTING POLL