સગીરાને વેચી દેવાના કાંડનો પર્દાફાશ : ચારની અટકાયત

April 16, 2018 at 11:43 am


શહેરના સરદારનગર વિસ્તારમાંથી ગુમ થયેલી એક સગીરાને પોલીસે સહીસલામત રીતે મુકત કરાવતાં સગીરાને વેચી મારવાના ચોંકાવનારા કૌભાંડનો પર્દાફાશ થયો હતો. સરદારનગર પોલીસે આ સમગ્ર કૌભાંડમાં બે મહિલા સહિત ચાર આરોપીઓની ધરપકડ કરી છે અને સમગ્ર પ્રકરણમાં વધુ તપાસ હાથ ધરી છે.

આ અંગેની વિગત એવી છે કે, સરદારનગર વિસ્તારમાંથી એકાદ વર્ષ પહેલાં એક સગીરાને મીના લુહાર અને અન્ય એક મહિલા વસ્તુ અપાવવાની લાલચ આપી અપહરણ કરી લઇ ગઇ હતી. પૈસાની લાલચમાં આ નિર્દોષ સગીરાને જાધપુરમાં એક શખ્સને વેચી મારવામાં આવી હતી અને તેની સાથે બળજબરીપૂર્વક લગ્ન કરાવી દેવામાં આવ્યા હતા.

બીજીબાજુ, સરદારનગર પોલીસ એક વર્ષથી સગીરાના ગુમ થયાની જાણવાજાગ અંગે ઝીણવટભરી તપાસ ચલાવી રહી હતી ત્યારે પોલીસના હાથે મહિલા આરોપી મીના લુહાર સહિતના ચાર આરોપીઓ હાથ લાગ્યા હતા. પોલીસે બાતમીના આધારે ચારેય આરોપીઓને ઝડપી લીધા હતા અને તેમની કડકાઇથી પૂછપરછમાં ઉપરોકત કૌભાંડનો પર્દાફાશ કર્યો હતો. પોલીસે ધરપકડ કરેલ ચાર આરોપીઓમાં બે મહિલાઓનો સમાવેશ થાય છે. સરદારનગર પોલીસે આરોપીઓ વિરૂધ્ધ અપહરણ, છેતરપીંડી, વિશ્વાસઘાત સહિતની કલમો હેઠળ ગુનો દાખલ કરી વધુ તપાસ હાથ ધરી છે. પોલીસે સગીરાને વેચ્યા બાદ તેને કયાં કયાં રખાઇ, આ સમગ્ર કૌભાંડમાં અન્ય કોણ કોણ આરોપીઓ સંડોવાયેલા છે, આ સિવાય આરોપીઓએ આ પ્રકારે અન્ય કોઇ સગીરા કે બાળકીઓને વેચી મારી છે કે કેમ તે સહિતની બાબતોની તપાસ માટે આરોપીઓની કડક પૂછપરછ શરૂ કરી છે.

print

Comments

comments

VOTING POLL