સચિન તેડુંલકરની વડાપ્રધાન સાથે મુલાકાત

May 19, 2017 at 1:29 pm


ક્રિકેટના ભગવાન તરીકે ઓળખાતા ભારતના પૂર્વ ક્રિકેટર સચિન તેડુંલકરે આજે વડાપ્રધાન મોદી સાથે મુલાકાત કરી હતી. સચિને તેની ફિલ્મ સચિન: અ બિલિયન ડ્રીમ્સ અંગે ચર્ચા કરી તેમના આશીર્વાદ મેળવ્યા હતા.

ફિલ્મમાં તસવીરો અને 4થી 30 સેકન્ડની વીડિયો ક્લિપ્સ પણ સામેલ છે. એક મોટો શોટ હવાઈ મુસાફરીનો પણ લીધો છે. જેમાં ટીમ ઈન્ડિયાના ખેલાડીઓમાં અંદરો અંદરની વાતચીત પણ સાંભળ્વા મળે છે. 1989માં રમાયેલાં ભારત-પાકિસ્તાન એક્ઝિબિશન મેચના ફૂટેજ પણ તેમાં સામેલ છે. શિવાજી પાર્કની કેટલીક ઝલક પણ છે. એક ચર્ચાસ્પદ તસવીર જેમાં ફેન્સે તકતીઓ પર લખ્યું છે…, ’ક્રિકેટ ઈઝ અવર રિલિજન એન્ડ સચિન ઈઝ અવર ગોડ’ને પણ ખાસ રીતે ફિલ્મમાં સામેલ કરાયું છે.

સચિનની વાર્તા શરૂઆતની 15 મિનિટ ફુલ સિનેમેટિક છે. જેમાં તેનુ બાળ્પણ દેખાડાયું છે. 15 મિનિટ કોઈ કોમર્શિયલ ફિલ્મ જેવી થ્રીલિંગ છે. જેમાં સચિનનુ બાળપણ, તોફાન અને ક્રિકેટ પ્રત્યે તેની દિવાનગી બતાવાઈ છે. સચિનના બાળપણનુ પાત્ર નિભાવવા માટે 300 બાળકોનું ઓડિશન લેવામાં આવ્યું હતું. સિવાય ફિલ્મમાં સચિનની આખી લાઈફના ફૂટેજ છે. જેમાં અગત્યની મેચ, તેનો ઈજાનો પીરિયડ, રમતમાં પીછેહઠ સમયે વિરોધ વગેરે સામેલ છે. લગભગ 150 કલાકથી વધુ ફૂટેજમાંથી દ્રશ્યો લેવામાં આવ્યાં છે. સચિનની અંગત લાઈબ્રેરીમાંથી નોન ક્રિકેટર ફ્રેન્ડ્સના ફૂટેજ પણ છે. જેની સાથે સચિને ટોચ પર રહીને પણ સંબંધ જાળ્વ્યાં છે.’ કેટલીક અગત્યની પ્રેસ કોન્ફરન્સ પણ ફિલ્મનો ભાગ છે. ફિલ્મમાં પારંપરિક નાચ-ગાનને બદલે રહેમાનનુ બેકગ્રાઉન્ડ સ્કોર છે.

ફિલ્મમાં અંજલિની હાજરી 35થી 40 મિનિટની છે. પ્રેમમાં પડ્યા પછી તેના લગ્નના ફૂટેજ ફિલ્મમાં જોવા મળશે. ઘણી જગ્યાએ જૂની તસવીરો અને ફેમિલી વીડિયોઝના ફૂટેજ છે. અંજલિની સાથે કેટલુંક શૂટિંગ લંડનમાં પણ કરવામાં આવ્યું છે. સૂત્રોની વાત માનીએ તો ફિલ્મના કેટલાંક ભાગોમાં સચિન પણ જોવા મળશે. તેને ઓછી એક્ટિંગ સાથે રિયલ વાતચીત કરતો બતાવાયો છે. મુશ્કેલ મેચ પહેલાં સચિન શં કરતો હતો તેને પણ રિ-શૂટ કરાયું છે. તેના બા્ળપણથી લઈને અત્યાર સુધીના ક્રિકેટના બેટનુ કલેક્શન, કિટ અને જર્સી પણ દેખાડવામાં આવ્યા છે. ફિલ્મને થોડો ડ્રામેટિક ટચ આપવા મુશ્કેલ પળમાં સચિનનો સ્ટ્રેસ મંત્ર અને પોતાને ફોક્સ રાખવાની ટેકનિકને પણ શૂટ કરવામાં આવી છે. સચિનના ભાઈ પણ ક્લાઈમેક્સમાં જોવા મળશે.

print

Comments

comments

VOTING POLL