સતત ત્રીજા દિવસે ઈન્કમટેકસનો સર્વેઃ સાંનિધ્ય બિલ્ડર્સ, કિશન ફાઈનાન્સ અને રાજદાણ કેટલ ફીડ પર તપાસનો ધમધમાટ

September 14, 2018 at 4:04 pm


રાજકોટ ઈન્કમટેકસે આજે સતત ત્રીજા દિવસે સર્વેની કામગીરી ચાલુ રાખતા કરચોરોમાં ફફડાટ ફેલાયો છે. આજે બપોરે રેન્જ 1-1ની ટીમે બિલ્ડર અને ખોળ કપાસીયાના વેપારી પર સર્વે હાથ ધરતા કરચોરોમાં ફફડાટ ફેલાઈ ગયો છે. આ અંગેની આઈટીના સુત્રોમાંથી મળતી વિગતો મુજબ શહેરના જાણીતા એવા સાનિધ્ય બિલ્ડર્સ, રાજદાણ કેડર ફીડ અને કિશન ફાઈનાન્સ એમ ત્રણ સ્થળોએ આઈકર વિભાગ ત્રાટકયું હતું. આજે બપોરે 12 વાગ્યા બાદ સર્વેની કામગીરી શરૂ થઈ છે. આ સર્વે મોડી સાંજ સુધી ચાલે તેવી સંભાવના છે.

મેટોડામાં બે દિવસ પૂર્વે ત્રણ આૈદ્યાેગીક એકમો બાદ વેરાવળમાં ત્રણ ફિસરીઝ કંપની પર સર્વે કરી બિન હિસાબી દસ્તાવેજો કબજે કર્યા છે.

ત્યાર બાદ આજે બપોરે રેન્જ 1ના અધિકારીઆેએ આજે શહેરના બિલ્ડર, ફાઈનાન્સ પેઢી અને ખોળ કપાસીયાની પેઢી પર તપાસનો ધમધમાટ શરૂ કર્યો છે. સતત ત્રીજા દિવસે રાજકોટ રીજીયનમાં આ સર્વેની કામગીરી ચાલુ રહેતા તેની નાેંધ ઉચ્ચ કક્ષાએ પણ લેવાઈ રહી છે. સીઆઈટી-1 અજીતકુમાર સીન્હાના નેતૃત્વ હેઠળ એડી.કમીશનર મોર્યના માર્ગદર્શન હેઠળ ટીમે આ સર્વે હાથ ધર્યો છે. સાનિધ્ય બિલ્ડર્સના અલ્પેશ લાડાણી, મીનેશ પરસાણા અને આર.પી.જાડેજાની નાનામૌવા વિસ્તારમાં આવેલી સાઈટ આેફિસ સહિતના સ્થળો પર તપાસ થઈ રહી છે. જયારે ખંડેરીમાં આવેલા રાજદાણ કેટલ ફીડની આેફિસમાં આ તપાસ શરૂ કરાઈ છે. આ ઉપરાંત ગુણુભાઈ ભાદાણી અને રમેશ વાછાણીના કિશન ફાઈનાન્સ પેઢી ઉપર પણ આયકર વિભાગ ત્રાટકયું છે. આ તપાસના રેન્જ-1ની ચાર ટીમ જોડાઈ છે. સીબીડીટી દ્વારા રાજકોટ આઈટી વિભાગને મોટો બજેટ ટાર્ગેટ આપવામાં આવ્યો છે. આ ટાર્ગેટને પહાેંચી વળવા અને કરચોરીને દામવા આઈટી વિભાગે એકસન પ્લાન ધડી કાઠéાે છે. જેમાં આ સપ્તાહમાં જ ત્રણ સર્વે હાથ ધર્યા હતાં.

print

Comments

comments

VOTING POLL