સતનામ સોસાયટી અને આજીડેમ નજીક વાડીમાં ચાલતા જુગારધામ પર દરોડોઃ 10 મહિલા સહિત 16 ઝબ્બે

July 11, 2018 at 3:39 pm


શહેરમાં દારૂ-જુગારના હાટડા બંધ કરાવવાના અભિયાન દરમિયાન તાલુકા પોલીસ અને ક્રાઈમ બ્રાંચે 150 ફુટ રીગરોડ પર આવેલી સતનામ સોસાયટી અને આજીડેમ નજીક આવેલી વાડીમાં દરોડા પાડી 10 મહિલા સહિત 16 શખસોને ઝડપી લઈ રૂા.1.91 લાખની મત્તા કબજે કરી વધુ તપાસનો ધમધમાટ શરૂ કર્યો છે.

તાલુકા પોલીસ સ્ટેશનના પીઆઇ વી એસ વણઝારાના માર્ગદર્શન હેઠળ પીએસઆઇ એન ડી ડામોર, તોરલબહેન સહિતનો સ્ટાફ પેટ્રાેલિંગમાં હતો ત્યારે ખાવાનગીરાહે હકીકત મળી હતી કે 150 ફૂટ રિ»ગ રોડ ઉપર આવેલ સતનામ સોસાયટીમાં ભીમસંગભાઇ ભોજાભાઈ આહિરના મકાનમાં જુગારધામ ચાલે છે આ બાતમી આધારે દરોડો પાડી તીનપતિનો જુગાર રમતા હીનાબેન મયુરસિંહ જેઠવા, આરતીબા વજેસિંહ રહેવર, દક્ષાબેન હિતેષભાઇ દવે, માધવીબેન રાજુભાઈ પરમાર, શાંતિબેન લખમણભાઇ આડેસરા, દિવ્યાબેન વિજયભાઈ દેવડા, શોભનાબેન અનિલભાઈ નથવાણી, નયનાબેન વનરાજસિંહ સરવૈયા, સરોજબેન વિજયભાઈ સોનરાત અને ખુશબુબેન અમિતભાઇ દલવીને રંગેહાથ ઝડપી લીધા હતા પોલીસે ત્યાંથી 1,19,010ની રોકડ કબ્જે કરી હતી.

આ ઉપરાંત ડીસીબીના પીઆઇ એચ એમ ગઢવીના માર્ગદર્શન હેઠળ પીએસઆઇ એચ બી ત્રિવેદીએ સામતભાઇ ગઢવી, હરદેવસિંહ જાડેજા, યોગીરાજસિંહ જાડેજાની બાતમી આધારે હિતેન્દ્રસિંહ ઝાલા, ચેતનસિંહ ચુડાસમા, શોકતખાન સિપાઈ સહિતના સ્ટાફે આજી ડેમ નજીક વેલનાથપરામાં ભડિયા વિસ્તારમાં વાડીમાં દરોડો પાડી જગુઆર રમતા વિજય સવજીભાઈ ઠુમ્મર, જયંતીભાઈ ભવાનભાઈ ટીલાળા, રણજિત કાનજીભાઈ વાઢેર, અર્જન ઉર્ફે અજિત દેવાયતભાઈ હેરભા, સંજય દિનેશભાઇ મોદી અને મોહન જગમાલભાઇ છૈયાંને જુગાર રમતા રંગેહાથ ઝડપી લઇ રોકડા 55,400 કબ્જે લીધા હતા જયારે એ ડિવિઝન પોલીસ સ્ટેશનના પીઆઇ સોનારાની રાહબરીમાં પીએસઆઇ એસ વી શાખરા, કે એ જાડેજા, એસ એન જાડેજા, ભરતસિંહ ગોહિલ, ભાવેશભાઈ વસવેલીયા, ઇંદ્રજીતસિંહ જાડેજા, હારુનભાઇ ચાનીયા, નરેશકુમાર ઝાલા, જગદીશભાઈ વાંક, qક્રપાલસિંહ ઝાલા, હાદિર્કસિંહ પરમાર , શૈલેષભાઇ ખીહડીયા, ધર્મેન્દ્રસિંહ જાડેજા, વિરેન્દ્રસિંહ ઝાલા તથા કરણભાઇ સહિતના સ્ટાફે બાતમી આધારે સહકાર મેઈન રોડ ઉપર આવેલ દામજી મેપા પ્લોટમાં રહેતા અને રાજપૂતપરામાં ખોડિયાર ચેમ્બરમાં આેફિસ નંબર 20 ધરાવતા ભાવેશ પ્રભુદાસભાઇ મકાણીની આેફિસમાં દરોડો પાડી આેફિસ માલીક ભાવેશ મકાણી, હિરેન રસિકભાઈ મકવાણા, રાજેશ રમેશભાઈ ભટ્ટી, શૈલેષપરી પ્રભાતપરી ગોસ્વામી અને રણજિત દેવાયતભાઈ દાસોટીયાને જુગાર રમતા રંગેહાથ ઝડપી લીધા હતા પોલીસે રોકડા 47,200 અને 6 મોબાઈલ સહીત 72,200 રુપિયાનો મુદામાલ કબ્જે લઇ ધોરણસરની કાર્યવાહી હાથ ધરી હતી.

print

Comments

comments

VOTING POLL