સદરનો હરિહર ચોક પહોળો કરો: શાહનું સૂચન

February 1, 2018 at 4:39 pm


રાજકોટની ટ્રાફિક સમસ્યા ઉકેલવાને ડ્રોમ પ્રોજેકટ બનાવી કામગીરી કરી રહેલા ડેપ્યુટી મેયર ડો.દર્શિતા શાહે અગાઉ ટાગોર માર્ગ પહોળો કરવા કરેલુ સૂચન ગ્રાહ્ય રાખી તુરંત અમલ કરાતા હવે તેમરે તેમના વોર્ડ નં.2માં સદરબજારમાં આવેલો હરિહર ચોક પહોળો કરવા સૂચન કર્યું છે. સ્ટેન્ડિંગ કમિટિએ વર્ષ 2018-19ના બજેટનો અભ્યાસ શ કર્યો છે ત્યારે ડેપ્યુટી મેયરે કમિશનરને પત્ર પાઠવી હરિહર ચોકના વોંકળા પર સ્લેબ ભરી ચોક પહોળો કરવા તેમજ વોંકળાના સ્લેબ પર પાર્કિંગ પોઈન્ટ બનાવવા માગણી કરી છે.
વધુમાં મ્યુ.કમિશનરને કરેલી રજૂઆતમાં જણાવ્યું છે કે, હરિહર ચોક પાસે રહેલ વોકળા પર સ્લેબ ભરી ચોક પહોળો કરવા તથા સામેની તરફ વોકળા પર સ્લેબ ભરી પાર્કિંગની વ્યવસ્થા કરવા રાજકોટ શહેર દિનપ્રતિદિન વિકાસની હરણફાળ ભરી રહ્યું છે. ત્યારે શહેરમાં નાની મોટી ટ્રાફિકની સમસ્યાઓ ઉપસ્થિત થાય એ સ્વાભાવિક છે. શહેરમાં આવેલ હરિહર ચોકમાં ચાર રસ્તાભેગા થાય છે. આ ચોક ગીચતાવાળો ચોક છે. બાજુમાં સદર બજાર આવેલ છે જે સીઝન માર્કેટ છે. જેથી ટ્રાફિકનો પ્રશ્ર્ન રહે છે.
રજૂઆતમાં વધુમાં જણાવ્યું ચે કે, આ ચોકમાં કાયમી ટ્રાફિકનો પ્રશ્ર્ન રહેતો હોય છે. અને આ ચોકમાં સાઈડમાં મોટો વોકળો આવેલ છે. ત્યાં કોઈપણ જાતના રહેણાંક મકાન કે દુકાન આવેલ નથી. જેથી આ વોકળા પર સ્લેબ ભરીને રસ્તો પહોળો કરી શકાય તેમ છે. અને કોઈપણ દબાણ હટાવવાનો પ્રશ્ર્ન ઉપસ્થિત થઈ શકે તેમ નથી. આ ચોકના રસ્તાપર વોકળા સાઈડ નાની કાચી દીવાલ જ આવેલ છે. જે તોડી વોકળા પર સ્લેબ ભરી શકાય તેમ છે. જેથી રસ્તો ઘણો પહોળો થઈ શકે તેમજ સામેની તરફ આવેલ વોકળામાં ત્રિકોણ ભાગ પડે છે. જેમાં સ્લેમ ભરવામાં આવે તો, આ જગ્યા પર પાર્કિંગની વ્યવસ્થા થઈ શકે તેમ છે. જેથી અહીં બજારમાં આવતા શહેરીજનોને પાર્કિંગની વધુ સારી સુવિધા મળી શકે તેમ છે. તેમજ આ તરફ પણ કોઈ રહેણાંક મકાન કે દુકાન નથી જેથી કોઈ દબાણ હટાવવાનો પ્રશ્ર્ન પણ રહેતો નથી. ઉકત બન્ને કામગીરી વોકળા પર બિમ કોલમથી સ્લેબ ભરી થઈ શકે તેમ છે. તેમજ ઉકત કામગીરીથી રસ્તો પહોળો થશે. અને ટ્રાફિકની સમસ્યા પણ હલ થશે. તથા પાર્કિંગ સુવિધા પણ મળી શકે તેમ છે.

print

Comments

comments

VOTING POLL