સનાતન સંસ્થા પુણેના મ્યુઝીક ફેસ્ટિવલમાં ધડાકા કરવાની હતી

August 29, 2018 at 11:06 am


હિન્દુ કટ્ટરવાદી અને ઉગ્રવાદી જૂથ સનાતન સંસ્થાએ પુણેમાં લોકપ્રિય મ્યુઝિક ફેસ્ટિવલ ‘સનબર્ન’માં વ્યાપક બોમ્બ ધડાકા કરવાની યોજના ઘડી હતી. પુણેમાં દર વર્ષે ઈલેકટ્રિક ડાન્સ મ્યુઝિક ફેસ્ટિવલ ઉજવાય છે અને તે હિન્દુ સંસ્કૃતિની વિરૂધ્ધ હોવાનું સનાતન સંસ્થાએ જાહેર કર્યુ હતું. તેમ મહારાષ્ટ્ર એટીએસે જણાવ્યું છે. એટીએસના અધિકારીઆેએ કોર્ટને એવી માહિતી આપી છે કે, આ સંસ્થાના પાંચ ટેકેદારો પકડાયા છે અને સનાતન સંસ્થાએ એમ કહી દીધું છે કે, એમની સાથે અમારે લેવાદેવા નથી. ચાલુ માસમાં જ આ પાંચ શખસોની નાલાસોપારાથી ધરપકડ થઈ હતી. શસ્ત્રાે ભેગા કરવાના કેસમાં એમની ધરપકડ બાદ એટીએસના રિમાન્ડ પર હતા.

એટીએસ વતી પ્રાેસિકયુટરોએ કોર્ટને સનાતન સંસ્થા અને પકડાયેલા પાંચ શખસો વિશે ચાેંકાવનારી માહિતી આપી હતી અને રિમાન્ડ લંબાવવાની માગણી થતાં કોર્ટે 7 દિવસની કસ્ટડી લંબાવી દીધી છે. કોર્ટને એવી માહિતી અપાઈ છે કે, આ પાંચમાંથી બે શખસોએ પુણેમાં મ્યુઝિકલ ફેસ્ટિવલ ‘સનબર્ન’ પર એટેક કરીને બોમ્બ ધડાકા કરવાની યોજના ઘડી હતી.

2017માં ડિસેમ્બર માસમાં આ ફેસ્ટિવલ યોજાયો હતો અને તે દર વર્ષે યોજાય છે આ શખસો એમ માને છે કે, આવા ફેસ્ટિવલ હિન્દુ સંસ્કૃતિની વિરૂધ્ધ છે. ‘સનબર્ન’ નામનો આ ફેસ્ટિવલ 2015 સુધી ગોવામાં યોજાતો હતો પરંતુ 2016થી તેને પુણેમાં શીફટ કરી દેવાયો હતો. જો કે, આ બોમ્બ ધડાકા કરવાની યોજના ઘડનાર શખસોના નામ સિકયુરિટી ખાતર બહાર પાડવાનો એટીએસે ઈન્કાર કર્યો છે. તપાસ ચાલી રહીછે ત્યારે એમના પર ખતરો બની શકે છે.

print

Comments

comments

VOTING POLL