સની લિઓની હવે અરબાઝ ખાન સાથે ફિલ્મમાં ચમકશે

February 22, 2017 at 5:43 pm


કિંગ શાહરૂખખાનની સાથે રઇસ ફિલ્મમાં કામ કર્યા બાદ સની લિયોન પાસે વધુને વધુ ફિલ્મોની આેફર આવી રહી છે. તેની પાસે આઇટમ સાેંગ કરવા અને મોટી ભૂમિકા કરવા માટેની આેફર આવી રહી છે. તે હવે અરબાજ ખાન સાથે એક ફિલ્મ કરી રહી છે. જેનુ શુટિંગ શરૂ કરવામાં આવ્યુ છે.

તેની ફિલ્મોને બાેક્સ આેફિસ પર ઉલ્લેખનીય સફળતા મળી રહી નથી પરંતુ સતત ફિલ્મો આવી રહી છે. હાલમાં તેની પાસે કેટલીક ફિલ્મો રહેલી છે. સની લિયોન પાસે અન્ય કેટલીક ફિલ્મો છે. જેમાં હવે તે સલમાનખાનના ભાઇ અરબાજ ખાન સાથે ફિલ્મમાં નજરે પડનાર છે. સની લિયોને પાેતે જાહેરાત કરી છે કે તે અરબાજ ખાન સાથે તેરા ઇન્તજાર નામની ફિલ્મ કરી રહી છે. સની લિયોન આ મોટી ફિલ્મ માટે તમામનાે આભાર માની રહી છે. તેની મસ્તીઝાદે અને વન નાઇટ સ્ટેન્ડ જેવી ફિલ્મો બાેક્સ આેફિસ પર કોઇ જાદુ જગાવી શકી ન હતી. આગામી પ્રાેજેક્ટ અંગે પુછવામાં આવતા સની લિયોને કહ્યાુ છે કે તેની પાસે કેટલાક પ્રાેજેક્ટ રહેલા છે. તેનુ કહેવુ છે કે તેને અનેક ફિલ્મોની આેફર મળી રહી છે. જેને લઇને તે સંપૂર્ણપણે સંતુષ્ટ છે.બાેલિવુડમાં સેક્સ સિમ્બાેલ તરીકે રહેલી સનીનુ કહેવુ છે કે તે દરેક રોલને ન્યાય આપવા માટે પ્રયાસ કરી રહી છે. બાેલિવુડમાં સતત સમર્થન મેળવી રહેલી સની લિયોનના વલણથી બાેલિવુડમાં તમામ લોકો ખુશ છે. શાહરૂખ ખાનની રઇસ ફિલ્મના કારણે તેની બાેલબાલા હાલમાં વધી ગઇ હતી. તે આઇટમ સાેંગમાં જોરદાર રીતે નજરે પડી હતી.

print

Comments

comments

VOTING POLL