સબરીમાલા મંદિરનાં દ્વાર આજે ખૂલશેઃ તંગદિલીનું વાતાવરણ
કેરળનું બહુચચિર્ત પ્રાચીન સબરીમાલા મંદિરના દ્વાર આજે ફરી વખત પાંચ દિવસ માટે ખુલ્લા મૂકવામાં આવશે. સદીઆેથી સબરીમાલા મંદિરમાં માસિકધર્મના વયજૂથની સ્ત્રીઆેના મંદિર પ્રવેશ નિષેધને ગત વર્ષે સુપ્રીમ કોર્ટે ફગાવી દેતા તમામ વયની મહિલાઆેને મંદિરપ્રવેશની અનુમતી આપવામાં આવી હતી જે અંગે કેરળમાં ભારે સામાજિક, રાજકીય વિરોધ ઊઠéા હતા. આવી પરિસ્થિતિમાં ફરી વાર ભગવાન અèયપ્પાના દર્શન દ્વાર ખુલી રહ્યા છે ત્યારે આવનારા પાંચ દિવસ તરફ સૌની નજર હોય એ સ્વાભાવિક છે. એક પ્રકારની અપેક્ષા સાથે ચોક્કસ તંગદિલી પ્રવત} રહી છે.
મંદિર શ્રાઈન બોર્ડે જણાવ્યા મુજબ 17 ફેબ્રુઆરી સુધી મંદિર દર્શનાર્થે ખૂંું મુકાશે. મંદિરમાં કળશ અભિષેક, શસ્ત્ર કળશમ, લક્ષર્ચના જેવી શાસ્ત્રાેક્ત પૂજાવિધિ કરવામાં આવશે. મંદિરને વડા પૂજારી વસુદેવન નામપુથિરીજી ખૂંુ મૂકશે પૂજા સમયે તંત્રી કેદરરુ રાજવરુ પણ ઉપસ્થિત રહેશે. સુપ્રીમ કોર્ટના ચુકાદા વિરુÙ દેખાવો યોજી રહેલા આરએસએસ, ભાજપ, કાેંગ્રેસ તથા સ્થાનિક રહેવાસીઆેને ધ્યાનમાં રાખી મંદિર ફરતે સલામતીનો પૂર્ણ બંદોબસ્ત કરવામાં આવ્યો છે.
મંદિર નજીકના નીલાકલથી સનિધામ સુધીના વિસ્તારોમાં તકેદારીના પૂરા પગલાં લેવાયા છે. નીલાકલથી પામ્બા તથા શનિધામ ખાતે 12 ફેબ્રુઆરીના રોજ સવારે 10 વાગ્યા પછી દર્શનાર્થી અને પત્રકારોને જવા દેવામાં આવશે. ઉલ્લેખનીય છે કે 28 સપ્ટેમ્બર, 2018ના સુપ્રીમ કોર્ટે આપેલી તમામ મહિલાઆેને મંદિર પ્રવેશની અનુમતિના ઐતિહાસિક ચુકાદા બાદ પણ લોકવિરોધને કારણે ભગવાન અèયપ્પાના દર્શનનો પ્રયાસ કરનાર મહિલાઆે નિષ્ફળ ગઈ હતી.