સમંડા ગામની સીમમાંથી ઇંગ્લિશ દારૂ ઝડપી પડાયો

September 7, 2018 at 8:31 pm


દરોડા દરમિયાન આરોપી નાસી છૂટ્યો

અબડાસા તાલુકાના સમંડા ગામની સીમમાંથી પાેલીસે ઇંગ્લિશ દારૂનાે મુદ્દામાલ ઝડપી પાડીને વધુ પુછપરછ હાથ ધરી છે.

જાણવા મળતી વિગતાે મુજબ કંકાવટી ગામના ભોજુભા ડુંગરશી સાેઢા સમંડા ગામની આથમણે ડુંગરની બાજુમાં દારૂનાે જથ્થો છુપાવી રાખ્યો છે તેવી બાતમીના આધારે એલસીબીની ટીમ સ્થળ ઉપર પહાેંચી હતી અને ઇંગલિશ દારૂનાે બાેટલ નંગ 60 તેમજ ક્વાટરીયા નંગ 9પ સહિત 30600નાે મુદ્દામાલ મળી આવ્યો છે. આ બનાવમાં બુટલેગર મળી આવ્યો ન હતાે. મુદ્દામાલ નલિયા પાેલીસ મથકે સાેપવામાં આવ્યો છે. આરોપી સામે પ્રાેહિબિશનની કલમોતળે ગુનાે દાખલ કરાયો છે. આરોપી ઝડપાયા બાદ વધુ હકિકતાે ખુલવા પામશે તેવું તપાસનીસે જણાવ્યું હતું.

print

Comments

comments

VOTING POLL