સમગ્ર રાજયના સ્કાઉટ-ગાઇડને ભાવ.ના મહેમાન બનવા જીતુભાઇએ આપ્યું ઇજન

August 23, 2018 at 11:51 am


રાષ્ટ્રભકિત અભિવ્યકિત ઉત્સવમાં ભાજપ પ્રદેશ પ્રમુખ ધારાસભ્ય જીતુભાઈ વાઘાણીએ રાજય રેલી ભાવનગરમાં યોજવાનું કર્યુ આહવાન ઃ ઉદ્યાેગપતિ ચિરાગભાઈ પારેખે આપેલુ અનુદાન

પ્રતિવર્ષની પરંપરા મુજબ કોઇ જ સ્પર્ધા નહી પરંતુ માત્ર દેશભકિત અને રાષ્ટ્ર ભકિતની અભિવ્યકિત વ્યકત કરતા ઉત્સવ 15 આેગષ્ટને બુધવારે ભાવનગર જિલ્લા ભારત સ્કાઉટ-ગાઇડ સંઘ દ્વારા દક્ષિણામુતિર્ બાલપમરાટ રંગમંચપર યોજાયો જેમાં ઉપિસ્થત ભાજપ પ્રદેશ અધ્યક્ષ જીતુભાઈ વાઘાણીએ સ્કાઉટીગ પ્રવૃિત્તને બીરદાવતા જણાવ્યુ હતુ કે, ગાંધીનગર માણસા રાજય રેલીમાં હું ઉપિસ્થત રહ્યાે હતો હવે આગામી રાજય રેલી ભાવનગરમાં યોજવા જિલ્લા સંઘને જણાવ્યું છુ અને આપણે સમગ્ર રાજયના સ્કાઉટ-ગાઇડના યજમાન બનીશુ.
20 શાળાના 350 કબ-બુલબુલ, સ્કાઉટ-ગાઇડ, રોવર રેન્જર્સએ 24 જેટલી કૃતિઆે રજુ કરી હતી. કાર્યક્રમમાં ઉપિસ્થત ઉદ્યાેગપતિ ચિરાગભાઇ પારેખ (એક્રેસીલ)એ પ્રવૃતિથી પ્રભાવીત થઇ એક લાખના અનુદાનની જાહેરાતન કરી હતી તો ઉપિસ્થત મેયર મનહરભાઈ મોરી, સ્ટેન્ડીગ કમિટી ચેરમેન યુવરાજસિંહ, શિ.સમિતિના ચેરમેન નિલેશભાઇ રાવળ, મહાનગર પાલિકા પક્ષના નેતા પરેશભાઇ પંડયા, ડી.ડી.ગોહેલ, શાસનાધિકારી જીગ્નેશભાઇ qત્રવેદી, બાબાભાઇ પંડયા (સાગર ભારતી), પૂર્વ મેયર નિમુબેન બાંભણીયા, અભયભાઇ ચૌહાણ, અચ્યુતભાઈ મહેતા, ઉપેન્દ્રભાઇ રાજપુરા વિગેરેએ બાળકો અને સંસ્થાઆેને સન્માનિત કર્યા હતા.
કાર્યક્રમને સફળ બનાવવા જયેશભાઇ દવે, દર્શનાબેન ભટ્ટ, હરેશભાઇ, અજયભાઇ ભટ્ટ રોવર-રેજર તથા સીનીયર સ્કાઉટ ગાઇડ જહેમત ઉઠાવી હતી.

print

Comments

comments

VOTING POLL