સમયસર ટેકસ રિટર્ન ફાઇલ નહીં કરો તો કલમ 80નો લાભ નહીં

February 5, 2018 at 11:39 am


નાણામંત્રી અરુણ જેટલીએ બજેટમાં એક એવી જોગવાઇ કરી છે કે કરદાતાઓને મોટો ફટકો પાડી શકે છે. બજેટને ઝીણવટભરી નજરે જોઇએ તો એક મહત્વની જોગવાઇ પર ઘ્યાન જાય છે. જો તમારે કલમ 80 સી હેઠળના લાભ લેવા હોય તો ટેકસ રિર્ટન નિયત તારીખ 31 જુલાઇ પહેલાં ભરી દેજો. બજેટમાં એવી જોગવાઇ કરવામાં આવી છે કે તમે નિયત તારીખ સુધીમાં રિટર્ન નહીં ભરો તો ચેપ્ટર વીઆઇએ હેઠળ કરમુકત તમામ આવક કરપાત્ર ગણાશે.

ઉલ્લેખનીય છે કે ચેપ્ટર વીઆઇએ હેઠળ કરદાતા કલમ 80 સી, ડી, ડીડીબી, ઇ, જી, જીજી, યુ, ટીટીએ અંતર્ગત અનેક રોકાણો કે ખર્ચ પર કરમુક્તિ મેળવી શકે છે, જેમાં બચત ખાતા પરનું ા.10,000 સુધીનું વ્યાજ એલઆઇસી, મેડિકલ, ઇુશ્યોરન્સ, ઉચ્ચ શિક્ષણ લોન, એચઆરએ, હાઉસિંગ લોન મુદ્લ, ટયૂશન ફી વગેરેનો સમાવેશ થાય છે.
વ્યક્તિગત કે કોર્પોરેટ એમ બન્ને પ્રકારના કરદાતાઓ માટે આ નિયમ લાગુ પડશે એમ બજેટમાં જણાવવામાં આવ્યું છે. કેટલાક કિસ્સામાં આ પેનલ્ટી જોગવાઇ હાલમાં લાગુ જ છે. હવે તેને કલમ 80 હેઠળની કરમુક્તિઓને પણ આવરી લેવામાં આવી છે. આ નિયમ લાવવા પાછળ સરકારનો આશય વહેલી તકે તિજોરી ભરવાનો છે. આટલી મોટી કરમુક્તિ ગુમાવવી કોઇ કરદાતાને પોસાય નહી તેથી કરદાતા નિયત તારીખ સુધીમાં રિટર્ન ભરી દેશે. ઉલ્લેખનીય છે કે, અત્યાર સુધી રોકાણકારો માટે 80સી સહિત કરમુક્તિની કલમો ઘણી આકર્ષક રહી છે. જેની મદદથી તે કરબચત કરી શકે.

print

Comments

comments

VOTING POLL