સરકારની જાહેરાત: પેટ્રોલ પંપો પર ડેબિટ/ક્રેડિટ કાર્ડના ઉપયોગ પર ગ્રાહકોને નહીં આપવો પડે કોઈ ચાર્જ

January 9, 2017 at 6:33 pm


સામાન્ય લોકોને રાહત મળે તેને ધ્યાનમાં રાખીને કેન્દ્ર સરકારે સ્પષ્ટતા કરી છે કે પેટ્રોલ પંપો પર લોકો 13 જાન્યુઆરી પછી પણ ક્રેડિટ અને ડેબિટ કાર્ડ દ્વારા પેમેન્ટ કરી શકાશે. આ ઉપરાંત ગ્રાહકો કાર્ડ દ્વારા ટ્રાન્ઝેક્શન પર કોઈ ચાર્જ નહીં આપવો પડે. આ પહેલા એવા સમચારો આવ્યા હતા કે બેંકોએ પેટ્રોલ પંપો પર જે ટ્રાન્ઝેક્શન થશે તેના પર ચાર્જ લેવાનો નિર્ણય 13 જાન્યુઆરી સુધી ટાળ્યો હતો, પરંતુ હવે સરકારની વાતચીત બાદ ક્લિયર કરવામાં આવ્યું છે કે આ તારીખ પછી પણ પહેલાની જેમ પેટ્રોલ પંપો પર કાર્ડથી પેમેન્ટ કરી શકાશે.

નાણા પ્રધાન અરૂણ જેટલી સાથે મુલાકાત બાદ પેટ્રોલિયમ મંત્રી ધર્મેન્દ્ર પ્રધાને પત્રકારોને કહ્યું કે, ‘ભારતીય રિઝર્વ બેંકના દિશાનિર્દેશો મુજબ મર્ચેટ ડિસ્કાઉન્ટ રેટ ચાર્જ લાગતો રહેશે પરંતુ કોના ખીસ્સામાંથી કપાશે? આ મુદ્દા પર બેંકો અને પેટ્રોલિયમ કંપની સાથે વાતચીત ચાલી રહી છે. આગામી દિવસોમાં આ મુદ્દે એક મિકેનિઝમ તૈયાર કરી લેવામાં આવશે જે મુજબ કસ્ટરમર્સ અને પેટ્રોલ પંપ માલિકાઓને આ ચાર્જ નહીં આપવો પડે. અમે રવિવારે આ બાબતે આશ્વાસન આપ્યું હતું, કેમ કે રિટેલ આઉટલેટ્સ, પેટ્રોલ પંપ માલિક કમિશન એજન્ટ રૂપમાં કામ કરે છે એટલા માટે આ ચાર્જ તેમના પર ન નાંખી શકાય.’

પ્રધાને કહ્યું કે સરકારે ફેબ્રુઆરી 2016માં એક સર્કયુલર જાહેર કર્યો હતો જેમાં કહેવામાં આવ્યું હતું કે ડિજિટલ પેમેન્ટ પર ગ્રાહકોને એમડીઆર ચાર્જ નહીં આપવો પડે. જેના કારણે દેશમાં કેશલેસ ટ્રાન્ઝેક્શનને વધારી શકાય.

print

Comments

comments

VOTING POLL