સરકારી નોકરીમાં અનામત અંગે મહત્વનો ચુકાદો જાહેર

August 30, 2018 at 7:46 pm


સુપ્રીમ કોર્ટ આજે એક અતિમહત્વપૂર્ણ ચુકાદો આપ્યો હતાે અને ઠેરવ્યું હતું કે, અનુસૂચિત જાતિ અને અનુસૂચિત જનજાતિની કોઇ વ્યક્તિ જો તેની જાતિ ત્યાં નાેટિફાઇડ નથી તાે અન્ય રાજ્યમાં સરકારી નાેકરીમાં અનામતના લાભ લેવા માટેનાે દાવો કરી શકે નહીં. જસ્ટિસ રંજન ગાેગાેઇના નેતૃત્વમાં પાંચ જજની બંધારણીય બેંચ દ્વારા આ મુજબનાે આદેશ કરવામાં આવ્યો હતાે. પાંચ જજની બંધારણીય બેંચે સર્વસંમતિથી ઠેરવ્યું હતું કે, એક રાજ્યમાં અનુસૂચિત જાતિ સાથે જોડાયેલી વ્યક્તિ અન્ય રાજ્યમાં અનુસૂચિત જાતિ માટેની માંગ કરી શકે નહીં જ્યાં તે શિક્ષણ અથવા તાે રોજગારીના હેતુસર માઇગ્રેટ કરીને પહાેંચે છે. જસ્ટિસ એનવી રમન્ના અને અન્ય જસ્ટિસની બનેલી બેંચ તરફથી આ ચુકાદો આપવામાં આવ્યો હતાે જેમાં જણાવવામાં આવ્યું હતું કે, એક રાજ્યમાં અનુસૂચિત જાતિ તરીકે નાેટિફાઇડ વ્યક્તિ અન્ય રાજ્યમાં આજ દરજ્જા માટે એવા આધાર પર દાવો કરી શકે નહીં કે તેને એક રાજ્યના અનુસૂચિત જાતિ તરીકે જાહેર કરવામાં આવી છે. જસ્ટિસ ભાનુમતિ બહુમતિ ચુકાદા સાથે સહમત ન હતા. રા»ટ્રીય પાટનગર દિલ્હીમાં એસસી અને એસટી પર સેન્ટ્રલ રિઝવેૅશન પાેલિસીની ઉપલબ્ધતા અને સ્વીકાર્યતાના પાસા ઉપર બહુમતિ ચુકાદાને લઇને જસ્ટિસ ભાનુમતીએ અલગ મત આÃયો હતાે. જ્યારે ચાર જજની બેંચે એવો અભિપ્રાય આપ્યો હતાે કે જ્યાં સુધી દિલ્હીની વાત છે એસસી અને એસટીના સંદર્ભમાં સેન્ટ્રલ રિઝવેૅશન પાેલિસી અહીં લાગૂ પડશે. શ્રેણીબદ્ધ અરજીઆે આ સંદર્ભમાં દાખલ કરવામાં આવી હતી જેમાં એક રાજ્યમાં એસસી અને એસટીમાં રહેલી વ્યક્તિ અન્ય રાજ્યમાં અનામતની માંગ કરી શકે છે કે કેમ તેને લઇને રજૂઆત કરવામાં આવી હતી. એવા રાજ્યમાં જ્યાં એસસી અને એસટી તરીકે તેની જાતિની નાેંધણી નથી ત્યાં તે માંગ કરી શકે છે કે કેમ તેવો પ્રન અરજીમાં ઉઠાવાયો હતાે.

print

Comments

comments

VOTING POLL