સરકાર સામે અવિશ્વાસ

March 19, 2018 at 7:37 pm


નરેન્દ્ર મોદીના નેતૃત્વ હેઠળની એનડીએ સરકાર પ્રથમ વખત અવિશ્વાસની દરખાસ્તનો સામનો કરી રહી છે. લોકસભામાં એનડીએનું સંખ્યાબળ જોતા આ દરખાસ્ત ટકી શકે તેમ નથી આમ છતાં સરકાર સામે પ્રથમ વખત વિપક્ષી એકતાના દર્શન જરૂર થયા છે.
આંધ્ર અને તેલંગણા એમ બે રાજ્યો બન્યા પછી, આંધ્રને વિશેષ દરંાે આપવાની માગણીના ટેકામાં તેલુગુ દેશમ પાર્ટીમાં નારાજગીનો સળવળાટ ઘણા સમયથી જોવા મળતો હતો. પક્ષના પ્રમુખ ચંદ્રાબાબુ નાયડુએ થોડા દિવસો પહેલાં જ કેન્દ્ર સરકારને એક અિલ્ટમેટમ આપ્યું જ હતું. આખરે તેમની ધીરજ ખૂટી અને અચાનક કેન્દ્રની સરકારને આપેલો ટેકો પાછો ખેંચવાની જાહેરાત કરી દીધી તે સાથે જ લોકસભામાં સરકાર વિરુÙ અવિશ્વાસનો પ્રસ્તાવ મૂકી દીધો. આમ પણ બે અઠવાડિયાથી લોકસભામાં કોઈ જ કામગીરી થઈ નહોતી અને શુક્રવારે અવિશ્વાસના પ્રસ્તાવથી બંને ગૃહ ખળભળી ઊઠéાં. કોઈ સરકાર સામે અવિશ્વાસનો પ્રસ્તાવ આવવો એ કંઈ ભારતના રાજકીય ઈતિહાસમાં પહેલો પ્રસંગ નથી, પરંતુ અત્યારે દેશમાં રાજકીય સ્થિતિ બદલતી હોવાનાં જે દૃશ્યો જોવા મળે છે, તે જોતાં તેનું મહÒવ વધારે છે.
ચંદ્રાબાબુને એ શંકા હતી જ કે, મોદી ર019ની ચૂંટણીમાં આંધ્રમાં બેઠકો મેળવવા તેના ખભા પર બંદૂક રાખશે, કારણ કે તેમના પક્ષે હાલની એનડીએ સરકારને ટેકો આપ્યો છે અને બદલામાં આંધ્રને વિશેષ દરંાની સખત જરુર છે! તેમાં ત્રીજા મોરચાનો વાયરો વાતો થઈ ગયો અને યુપી-બિહારમાં બે પક્ષોએ એક થઈને ભાજપને પછડાટ આપી. ચંદ્રાબાબુ માટે ત્રીજો મોરચો વૈકિલ્પક વ્યવસ્થા છે જ! તેમણે સરકાર સાથે છેડો ફાડી નાખીને વિપક્ષોને પોતાની ખુમારી બતાવી દીધી છે.
વાયએસઆર કાેંગ્રેસ આંધ્રમાં વિપક્ષ છે. ચંદ્રાબાબુ, દરંાના મુદ્દે લાભ ન ખાટે એટલા માટે તેણે પણ અવિશ્વાસના પ્રસ્તાવની નોટિસ આપી છે. હેતુ બંનેનો આંધ્રના વિશેષ દરંાનો જ છે. આ મુદ્દે ટીડીપીના બે પ્રધાનોએ થોડા દિવસો પહેલાં જ કેન્દ્રીય પ્રધાનમંડળમાંથી રાજીનામાં આપી દઈને, કેન્દ્રને ઝટકો આપ્યો હતો, પણ એ બાબતને વડા પ્રધાને બહું ગંભીરતાથી લીધી ન હોય એવું લાગે છે.
આંધ્રના ભાગલા પાડીને જ્યારે બે રાજ્ય બન્યાં ત્યારે તત્કાલીન સરકારે, લોકસભાના ફ્લાેર પરથી આંધ્રની મહેસૂલી આવકમાં થનારા ઘટાડાને કારણે વિશેષ દરંાે આપવાની જાહેરાત કરી હતી. સરકાર કોઈ પણ આવે પછી આ નિર્ણયનો અમલ થવો જરુરી હતો. એ અપેક્ષાને લઈને જ ટીડીપીએ કેન્દ્રમાં સરકારના સાથી બનવાનું નક્કી કર્યું હતું, પણ મોદી સરકારમાંથી આખરે તેમનો વિશ્વાસ ઊઠી ગયો. વિશ્વાસ ઊઠી જવા પાછળ કેન્દ્ર સરકારના ગલ્લાંતલ્લાં પણ કારણભૂત છે. ઉત્તર-પૂર્વનાં રાજ્યો તેમ જ હિમાલયન વિસ્તારને વિશેષ દરંાે આપવાને મંજૂરી અપાય તો આંધ્રને શા માટે નહીં
લોકસભામાં સરકાર વિરુÙ અવિશ્વાસનો પ્રસ્તાવ તો જ સ્વીકારવામાં આવે જો આેછામાં આેછા પ0 સંસદસભ્યોનો તેને ટેકો હોય. એ અશક્ય નથી, કારણ કે ટીડીએસના જ 16 સાંસદ છે અને વાયએસઆર કાેંગ્રેસના નવ સભ્યો છે. કાેંગ્રેસ અને સામ્યવાદી નેતાઆેએ પ્રસ્તાવને ટેકો આપવાની જાહેરાત કરી જ દીધી છે. કાેંગ્રેસે બંને પક્ષો પાસેથી બાંયધરી માગી છે કે તેઆે કોઈ રાજકારણ નહી રમે!
મોદીની ખુરશી જવાની નથી, પરંતુ વિશ્વસ્તરે તેમણે ઊભી કરેલી પ્રતિભા ખરડાશે જરુર. ખુરશી ન જવા પાછળ બેઠકોની ગણતરીનું પીઠબળ કામ કરી જશે. અવિશ્વાસની દરખાસ્તમાં જીત મેળવવા વિપક્ષોને ર72 મતની જરુર પડશે. વિપક્ષોમાં અત્યારે છ પક્ષની ગણતરી કરીએ તો કાેંગ્રેસ, સમાજવાદી પક્ષ, આમઆદમી પાર્ટી, તેલુગુ દેશમ અને તૃણમૂલ કાેંગ્રેસ એ ઉપરાંત સરકારના સાથી પક્ષ વાયએસઆર કાેંગ્રેસ મળીને છ પક્ષોના સાંસદોને ગણી શકાય. જોકે, ભાજપને સૌથી મોટી મુશ્કેલી શિવસેના ઊભી કરી શકે તેમ છે, સાથી પક્ષોમાં તેના સાંસદની સંખ્યા વધારે છે. શિવસેનાના વલણ પર ઘણો આધાર રહેશે. અન્ય છૂટા છવાયા સાંસદો પણ ખરા. શિવસેનાના હાથમાં સરકારની લગામ આવી ગઈ છે. ભાજપે ર014માં ર82 બેઠકો પર જીતીને સરકાર બનાવી હતી, પણ અત્યારે સંસદમાં તેની સંખ્યા ઘટીને ર74ની થઈ ગઈ છે! અને લોકસભાની હાલ કુલ બેઠકો પ36 છે. નરેન્દ્ર મોદીની ખુરશી સામે કોઈ જોખમ ન હોવા છતાં અવિશ્વાસની દરખાસ્ત વધુમાં વધુ સરકાર માટે શરમિંદગીનું કારણ બની શકે.

print

Comments

comments

VOTING POLL