સરકાર હવે ઘરેલું ઈલેક્ટ્રિક પાર્ટસના ઉત્પાદનને પ્રોત્સાહન આપશે

July 26, 2018 at 11:06 am


ટીવી, ફ્રીઝ જેવા ઉત્પાદનો પર જીએસટીમાં કાપ મુકાયા બાદ સરકાર તેના પાર્ટસની સસ્તી આયાત પર લગામ લગાવવાના હેતુથી આયાત શુલ્કમાં વધારો કરવા પર વિચાર કરી રહી છે. તેનો હેતુ ઘરેલું મેન્યુફેક્ચરિંગ ઉત્પાદનો એટલે કે મેક ઈન ઈન્ડિયાને પ્રોત્સાહન આપવાનો છે.
સૂત્રોના જણાવ્યા અનુસાર જીએસટી કાઉન્સીલની ગત સપ્તાહે મળેલી બેઠકમાં અમુક રાજ્યોએ દરમાં કાપ્ના નિર્ણયથી આયાત વધવાની આશંકા વ્યક્ત કરી હતી. આ અંગે નાણામંત્રી પિયુષ ગોયલે રાજ્યોને આશ્ર્વાસન આપ્યું હતું કે ઘરેલું મેન્યુફેક્ચરિંગ વિનિમર્ણિ કંપ્નીના હિતોની સુરક્ષા માટે સરકાર આયાત શુલ્ક વધારવા ઉપરાંત અન્ય પગલા પણ ઉઠાવી શકે છે જેથી રોજગારને પ્રોત્સાહન મળે.
ઉલ્લેખનીય છે કે ક્ધઝયુમર ડયુરેબલ ગુડસ જેવા કે ટીવી, ફ્રિઝ અને વોશિંગ મશીન પર હવે 28 ટકાની જગ્યાએ 18 ટકા જીએસટી લાગશે. સીધા 10 ટકાના કાપથી ગ્રાહકોમાં માગ વધવાનું નિશ્ર્ચિત છે. આ ઉપરાંત સરકાર અનેક એવા વિકલ્પો પર ગંભીરતાથી વિચાર કરી રહી છે જે દેશમાં સરકારના મિશન મેક ઈન ઈન્ડિયાને વધારવામાં મદદ કરે. અત્યારે ટીવી, ફ્રિઝ, વોશિંગ મશીન જેવા ઉત્પાદનોની દેશમાં મેન્યુફેક્ચરિંગ ઓછી અને અસેમ્બલિંગ વધુ થાય છે એવામાં મોટાભાગના ઉપકરણો વિદેશથી જ આયાત થાય છે.

print

Comments

comments

VOTING POLL