સર્જરી કરાવી આ એક્ટ્રેસ બની હોટ

April 10, 2017 at 7:48 pm


થોડા દિવસ પહેલા એન્જેલા ક્રિસલિનકીને કોઈ જાણતું પણ નહોતું. પરંતુ મીડિયામાં રીતિક રોશનને પોતાનો મિત્ર ગણાવ્યા બાદ રીતિકે તેની આ વાતને ખોટી ગણાવી ટ્વિટ કરતા મીડિયામાં ચમકી હતી. એક ન્યૂઝ પેપરને આપેલા ઈન્ટરવ્યુમાં તેણે જણાવ્યું કે, રીતિક તેના મેન્ટર જેવો છે. ત્યાર બાદ તેણે સ્પષ્ટતા કરી માફી માગી લીધી હતી.

પોતાને સ્પેનિશ અને પોલિશ મૂળની મોડલ-એક્ટ્રેસ ગણાવનારી એન્જેલા ટીવી એડ્સ, પંજાબી અને સાઉથ ફિલ્મ્સમાં જોવા મળી ચૂકી છે. હવે એક નવી વાત સામે આવી છે કે, તે અડધી ભારતીય છે અને તેના પિતા સ્પેનિશ છે. સૌથી આંચકાજનક વાત તો એ છે કે, વર્ષ 2008માં પોપ્યુલર રિયાલીટી શો સ્પ્લિટ્સવિલામાં જોવા મળી ચૂકી છે. રિયાલિટી શોમાં નસીબ અજમાવ્યા બાદ તેણે કોસ્મેટિક સર્જરી કરાવી અને ત્યાર બાદ તેને ઓળખવી મુશ્કેલ બની ગયું. તેણે માત્ર સ્કિન વ્હાઈટનિંગ જ નહીં પણ લિપ સર્જરી અને નોઝ સર્જરી પણ કરાવી છે.

print

Comments

comments

VOTING POLL