સલમાન ખાન સાથે એમી જેક્સન કિક-2માં દેખાશે

December 24, 2018 at 6:21 pm


બિ્રટીશ બ્યુટિક્વીન એમી જેક્સન હવે નવી ફિલ્મ કિક-2 ફિલ્મમાં કામ કરવા જઇ રહી છે. તેની કેરિયરમાં હવે જોરદાર તેજી આવી રહી છે. તે બાેલિવુડના સાૈથી મોટા અને હાલના સાૈથી લોકપ્રિય સ્ટાર સલમાન ખાન સાથે કામ કરનાર છે. સલમાન ખાનની સુપરહિટ ફિલ્મ કિકની સિક્વલ ફિલ્મ બનાવવાની તૈયારી કરી લેવામાં આવી છે. આના પર કામગીરી પણ શરૂ કરવામાં આવી ચુકી છે. હવે કિકની સિક્વલ ફિલ્મમાં જેક્લીનની જગ્યાએ ખુબસુરત સ્ટાર એમી જેક્સનને લેવોનાે નિર્ણય કરવામાં આવ્યો છે. એમી જેક્સનના નામની પસંદગી કરવામાં આવી ચુકી છે. એમી જેક્સનને બીજી મોટી ફિલ્મ હાથ લાગી છે. હાલમાં તે રજનિકાંત અભિનિતિ ટુ ફિલ્મમાં નજરે પડી હતી. ભારતીય ફિલ્મ ઇતિહાસની આ સાૈથી માેંઘી ફિલ્મ હતી. બાેક્સ આેફિસ પર પણ તે રેકોર્ડ સફળતા હાંસલ કરી રહી છે. તેને લઇને સલમાન ખાનની સાથે કિક-2 ફિલ્મ મળી છે. બાેલિવુડમાં અનેક મોટી અને સ્ટાર અભિનેત્રીઆે હોવા છતાં આ ફિલ્મમાં એમીની પસંદગી કરવામાં આવી છે. સાજિદ નડિયાદવાલાએ આ અંગેની જાહેરાત હાલમાં સાેશિયલ મિડિયા પર કરી હતી. એવા હેવાલ પણ આવી રહ્યાા હતા કે જેકલીન જ મુખ્ય રોલ કરનાર છે. હવે એવા હેવાલને લઇને પ્રશ્નો થયા છે. કારણ કે છેલ્લી માહિતી મુજબ એમી જેક્સન મુખ્ય રોલ મેળવી ગઇ છે. ટુ ફિલ્મની અભિનેત્રી અગાઉ સાેહિલ ખાન અને અરબાજ ખાન સાથે કામ કરી ચુકી છે. ફ્રીકમાં તે સલમાન ખાનના ભાઇ સાેહિલ ખાન અને અરબાજ ખાન સાથે ફિલ્મમાં નજરે પડી હતી.

print

Comments

comments

VOTING POLL