સલાયામાં જમીન પર મંજુરી વગર બાંધકામ અંગે જમીન માલિકનો તંત્ર સામે દાવો

July 14, 2018 at 12:57 pm


દેવભૂમિ દ્વારકાના સલાયા ગામે રેવન્યુ સર્વે નં.150 પૈકીની જગ્યા બિનખેતીમાં પરિવતિર્ત કરવા તા.26-4-2015ના દિને ખંભાળીયા પ્રાંત અધિકારી દ્વારા હુકમ કરવામાં આવ્éાે હતો, જે અનુસાર જમીનમાં માલિક ગોપાલભાઇ કાનજીભાઇ તન્ના દ્વારા જમીન સાર્વજનીક હેતુ માટે અનામત રાખવામાં આવી હતી.

દરમ્યાન સલાયા નગરપાલિકા દ્વારા જમીનનો કબ્જો માંગ્યા વગર તા.17-12-2016ના દિને સામાન્ય સભામાં જમીન પર સ્કુલ બનાવવા અંગે ઠરાવ કરવામાં આવ્éાે હોવાનો તેમજ જમીન માલિકીની સંમતિ વગર સ્કુલ બનાવવા બાંધકામની રજાચીઠ્ઠી આપવામાં આવી હોવાનો આરોપ લગાવી જમીન માલિક ગોપાલદાસ કાનજીભાઇ તન્ના દ્વારા સલાયા નગરપાલિકા વિરૂધ્ધ દાવો દાખલ કરવામાં આવ્éાે છે તેમજ જમીન માલિક દ્વારા દેવભુમિ દ્વારકા જિલ્લા કલેકટર સહિત સંબંધીત વિભાગોમાં કથીત વિવાદીત સ્કુલનું બાંધકામ તાત્કાલીક અટકાવવા રજૂઆત કરવામાં આવી છે.

print

Comments

comments

VOTING POLL