સલાયા પોલીસ વિરુધ્ધ એસ.પી. ને અપાતંુ આવેદનપત્ર

August 8, 2018 at 10:52 am


ખંભાળીયાના સલાયામાં બે દિ પુર્વે પોલીસ સાથે ઝપાઝપી થતા ત્રણ સામે ફરીયાદ કરવામાં આવી હતી દરમ્યાનમાં ત્રણેય યુવાનોના કુટુંબીજનો તેમજ સલાયા મુસ્લીમ સમાજ દ્વારા દ્વારકા એસપીને રજુઆત કરી છે જેમાં સલાયા પોલીસે માર માર્યાનો આક્ષેપ કરવામાં આવ્યો છે.સલાયામાં રવિવારે મરીન પોલીસ દ્વારા ટ્રાફિક ડ્રાઇવ યોજવામાં આવી હતી તે સમયે પુરપાટ ઝડપે આવતી ડસ્ટર કારને રોકી જરૂરી કાગળો માંગતા તેમા સવાર ત્રણ શખ્સોએ પોલીસની ફરજમાં રૂકાવટ કર્યાની ફરીયાદ દાખલ કરવામાં આવી હતી. દરમ્éાનમાં સલાયા સુન્ની મુસ્લીમ સમાજ તથા ત્રણેય યુવાનના પરિવારજનોએ એસપી કચેરી ખાતે એકત્ર થઇ જીલ્લા પોલીસવડા રોહન આનંદને આવેદનપત્ર પાઠવી રજુઆત કરી હતી મરીન પોલીસ દ્વારા લાંચ માંગી યુવાનોને જાહેરમાં માર મારવામાં આવ્યો હોવાના આક્ષેપ કર્યા છે. અને સલાયા પોલીસ વિરુધ્ધ કાર્યવાહી કરવા આ રજુઆતમાં માંગણી કરવામાં આવી છે.

print

Comments

comments

VOTING POLL