સવારે ઠંડીનાે ચમકારો ઃ બપાેરે ગરમી

February 12, 2018 at 9:20 pm


લઘુતમ તાપમાનમાં નલિયા અને મહતમ તાપમાનમાં ભુજ રાજયમાં મોખરે

કચ્છમાં આજે તાપમાન એક થી બે ડીગ્રી ગગડતા સવારે ઠંડીનું વાતાવરણ રહ્યું હતું. જો કે મહતમ તાપમાન વધતા બપાેરે ગરમીનું વાતાવરણ હતું. આગામી ર4 કલાક દરમિયાન તાપમનમાં કોઈ નાેંધપાત્ર ફેરફાર થવાની શકયતા નથી. ભુજમાં આજે મહતમ તાપમાન 30 ડીગ્રી અને લઘુતમ તાપમાન 14.3 ડીગ્રી થયું હતું. મહતમ તાપમાન 1.7 ડીગ્રી વધ્યું હતું તાે લઘુતમ તાપમાન 1.1 ડીગ્રી ઘટયું હતું. સવારે ભેજનું વાતાવરણ રવિવારના પ્રમાણમાં આેછું હતું. પવનની ઝડપ પણ થોડી ઘટી હતી. નલિયા ખાતે મહતમ તાપમાન રપ.ર ડીગ્રી અને લઘુતમ તાપમાન 11.7 ડીગ્રી હતું. મહતમ તાપમાન 1.7 ડીગ્રી ઘટયું હતું. અને લઘુતમ તાપમાન પણ 1.પ ડીગ્રી ઘટયું હતું. આની સાથોસાથ નલિયા આજે પ્રથમ નંબરે હતું. કંડલા પાેર્ટ ખાતે મહતમ તાપમાન ર8.3 ડીગ્રી અને લઘુતમ તાપમાન 16 ડીગ્રી હતું. જયારે કંડલા એરપાેર્ટ ખાતે મહતમ તાપમાન ર9.6 ડીગ્રી અને લઘુતમ તાપમાન 1પ.પ ડીગ્રી હતું. જો કે મહતમ તાપમાન વધ્યું હતું. આજે ઠંડીમાં 11.7 ડીગ્રી સાથે નલિયા પ્રથમ નંબરે 1ર.ર ડીગ્રી સાથે ગાંધીનગર બીજા નંબરે અને 1ર.6 ડીગ્રી સાથે વલસાડ ત્રીજા નંબરે હતું. જયારે મહતમ તાપમાનમાં 30 ડીગ્રી સાથ ેભુજ અને અમરેલી મોખરે હતા આ બંને સ્થળોએ લોકોને બપાેરથી સાંજ સુધી ગરમીનાે અનુભવ થયો હતાે. હવામાન ખાતાના સાંજના બુલેટીનમાં જણાવાયા પ્રમાણે આવતા બે દિવસ દરમીયાન કોઈ નાેંધપાત્ર ફેરફાર નહીં થવાની શકયતા છે.

print

Comments

comments

VOTING POLL