સશસ્ત્ર સેના ધ્વજદિન 2017-18નો પ્રારંભ કરાવતા જિલ્લા કલેકટર ડો. વિક્રાંત પાંડે

December 7, 2017 at 3:20 pm


રાજકોટ ખાતે પ્રતિ વર્ષની જેમ આ વર્ષે સશસ્ત્ર સેના ધ્વજદિન 2017-18 નો પ્રારંભ આજ રોજ જીલ્લા કલેકટર ડો. વિક્રાંત પાંડેની અધ્યક્ષતામાં પ્રારંભ કરાયો હતો. દેશસેવા કાજે રાજકોટ વાસીઓ મોટા પાયે દાન આપી સૈન્યને મદદરૂપ બને તેમ જિલ્લા કલેકટર ડો. વિક્રાંત પાંડેએ જણાવ્યું હતું. ફાળાની રકમ આવક વેરામાંથી કરમુક્ત છે.
સશસ્ત્ર સેના ધ્વજદિન અંતર્ગત નાગરિકો, સરકારી અને અર્ધ સરકારી કચેરીઓ, ઔદ્યોગિક એકમો, ખાનગી ક્ષેત્રો તેમજ શૈક્ષણિક સંસ્થાઓ પાસેથી દાન સ્વરૂપે ભંડોળ એકત્રિત કરવામાં આવે છે. આ એકત્રિત થયેલ ભંડોળ દેશની રક્ષા કાજે સરહદ પર ફરજ બજાવતા વીર જવાનો, શહીદ જવાનોના પરિવારજનોના, ઘવાયેલા સૈનિકો, તેમજ પૂર્વ સૈનિકોના કલ્યાણકારી કામગીરી અર્થે ઉપયોગમાં લેવામાં આવે છે.
આ પ્રસંગે જિલ્લા સૈનિક કલ્યાણ કચેરીનો સ્ટાફ તેમજ એન. સી. સી.ના કેડેટ્સ ઉપસ્થિત રહ્યા હતાં

print

Comments

comments

VOTING POLL