સસોઇ ડેમની પાણીની સ્થિતિ અંગે મુલાકાત લેતા કલેકટર-કમિશ્નર

May 16, 2018 at 1:31 pm


જામનગરને પીવાનું પાણી પુરૂ પાડતા સસોઇ ડેમમાં પીવાના પાણીની સ્થિતિ શું છે તે અંગે જાત માહિતી મેળવવા માટે ગઇકાલે કલેકટર, કમિશ્નર અને સિંચાઇ વિભાગના અધિકારીઆેની એક ટીમ સસોઇ ડેમ પહાેંચી હતી અને ડેમની સ્થિતિ અંગે માહિતગાર થયા હતાં, જાણવા મળતી માહિતી મુજબ આ મહિનાના અંત સુધી ચાલે તેટલું પાણી છે. ગઇકાલે જિલ્લા કલેકટર રવિશંકર, મ્યુ.કમિશ્નર આર.બી.બારડ, સિંચાઇ વિભાગના માંડલીયા, મહાપાલિકાના નાયબ ઇજનેર પી.સી.બોખાણી, ફાયર બિગ્રેડના કે.કે.બિશ્નોઇ સહિતના અધિકારીઆેએ ડેમની સ્થિતિ અંગે તાગ મેળવ્યો હતો. પી.સી.બોખાણીએ આજકાલ સાથેની વાતચીતમાં જણાવ્યું હતંુ કે, આ ડેમમાં 4.50 ફºટ પાણી છે એટલે કે 50 એમસીએફટી પાણી આ મહિનાના આખર સુધી ચાલશે, આજથી સસોઇ ડેમમાં સુઝલામ-સુફલામ યોજના અંતર્ગત જળસંચય અભિયાનમાં ડેમની ઉંડો ઉતારવાની કામગીરી શરૂ કરવામાં આવશે. સસોઇ ડેમમાંથી જામનગરને પહેલા 20 થી 25 એમએલડી પાણી દરરોજ મળતું હતું અને હવે તો થોડુ પાણી હોય છતાં પણ આ મહિનાના એન્ડ સુધી વાંધો નહી આવે, છતાં જામનગરને નર્મદાનું વધુ પાણી મેળવવું પડશે.

print

Comments

comments

VOTING POLL