સહકારી બેન્કોનો ‘વધુ પડતો’ સહકાર!

January 12, 2017 at 6:19 pm


વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ ગત 8મી નવેમ્બરે રાત્રે નોટબંધી જાહેર કરીને તહેલકો મચાવી દીધો હતો. એમના આ પગલાંની ચચર્િ દેશ અને વિદેશમાં આજે પણ થઈ રહી છે. નોટબંધીના પગલાં બાદ લોકોને પોતાની રોજની જરિયાતો પુરી કરવા માટે ભારે તકલીફ પડી રહી છે અને એટીએમની બહાર તેમજ બેંકોમાં જે લાઈનો લાગી હતી અને આજે પણ ચાલુ છે તેની વાતર્ઓિ પણ ઘણી બધી આવી છે. જાહેરક્ષેત્રની બેંકો અને ખાનગી બેંકો સામે મેલ પ્રેકટીસના અનેક આરોપો મુકાયા છે અને એ જ રીતે સૌરાષ્ટ્રના પ્રાણસમી સહકારી બેંકો સામે પણ ગંભીર પ્રકારના આરોપો મુકવામાં આવ્યા અને ગ્રામ્ય તથા શહેરી પ્રજા આ બધું જોઈને આઘાતથી અને આશ્ર્ચર્યથી મગ્ન બની ગઈ છે.

સહકારી બેંકોમાં નોટબંધી બાદ ગેરરીતિઓ થઈ તેની ચર્ચા શરૂઆતમાં થવા લાગી ત્યારે એ વાત એટલી ગંભીરતાથી લેવાઈ ન હતી પરંતુ સહકારી ેંકોમાં કેટલી જૂની નોટો જમા થઈ અને કેટલા વિથડ્રોલ થયા તેના આંકડા જ્યારે બહાર આવવા લાગ્યા ત્યારે સહકારી બેંકો પુરી રીતે શંકાના ફોકસમાં કેદ થઈ ગઈ હતી. અંતે આરબીઆઈની ટૂકડીએ પણ તપાસ કરવા આવવું પડયું અને ઈન્કમટેકસની ટૂકડીઓએ પણ સહકારી બેંકોના ચોપડા ચકાસી લીધા અને કોમ્પ્યુટરોની નસેનસ જોઈ લીધી છે. આ બધું જોઈને શહેરી અને ગ્રામ્ય પ્રજા ભારે મુંઝાઈ રહી છે. સહકારી બેંકો સાથે સ્થાનિક લોકોનો વિશ્ર્વાસ વર્ષોથી જોડાયેલો છે અને તેઓ પોતાની રકમને સુરક્ષિત માને છે. એ જ રીતે મોટાભાગના ખેડૂતો સહકારી બેંકો સાથે જોડાયેલા છે. નોટબંધી બાદ સહકારી બેંકોએ થોડોક વધુ પડતો સહકાર આપી દીધો અને તેઓ પ્રકાશમાં આવી ગયા. એવું પણ કહેવાય છે કે, સહકારી બેંકમાં કેટલાક મોટામાથાઓના એટલે કે રાજકારણીઓના અને અન્ય ક્ષેત્રના મહાનુભાવોના ધોમ પિયા ઠલવાયા હતા. કેવાઈસીની ચિંતા નહીં, પાનકાર્ડની કોઈ ઉપાધી નહીં કે સિગ્નેચર કરવાની કોઈ કડાકૂટ નહીં અને બધી મોજ થઈ જાય એ પ્રકારના વાકયો સહકારી બેંકો વિશે વહેતા થયા હતા. સહકારી બેંકોએ અત્યાર સુધીનો પોતાનો અખંડ રહેલો વિશ્ર્વાસ ગુમાવ્યો છે તે ચિંતાની બાબત છે. સહકારી બેંકોએ આટલો બધો સહકાર આપવાની જર ન હતી તેમ પણ કટાક્ષમાં લોકો બોલી રહ્યા છે.

આરબીઆઈ દ્વારા નોટબંધી બાદ તુરંત જ સહકારી બેંકો પર એક પછી એક લગામ મુકતા નિયમો જાહેર કરવાની શઆત કરી હતી. જેમ જેમ આરબીઆઈને સહકારી બેંકોની ફરિયાદો મળતી ગઈ તેમ તેમ નિયમો જાહેર થતા રહ્યા હતા. સૌપ્રથમ આવકવેરા ખાતાએ રાજકોટની રાજ બેંકમાં તપાસ કરી હતી અને ત્યારબાદ આરબીઆઈની ટૂકડી આવી હતી જેણે અન્ય બેંકોમાં પણ તપાસ શ કરી છે. આમ, આઈટીની એકશનનું જોરદાર રિએકશન જોવા મળ્યું છે અને સહકારી બેંકો ખરેખર બદનામ થઈ છે પરંતુ આપણે આશા રાખીએ કે હવે ભવિષ્યમાં તેઓ પોતાની પ્રતિષ્ઠા ફરી મેળવી લેશે.

print

Comments

comments

VOTING POLL