સહમતિથી તલાક થાય તો 6 મહિનાનો કુલિંગ પીરિયડ લાગૂ નહીં: સુપ્રીમ કોર્ટ

September 13, 2017 at 11:10 am


સુપ્રીમ કોર્ટે એક મહત્ત્વની વ્યવસ્થા આપતાં કહ્યું છે કે અદાલતોની પરિસ્થિતિને ધ્યાનમાં રાખી હિંદુ મેરેજ એક્ટમાં સહમતિથી તલાકના મામલામાં છ મહિનાનો કુલિંગ પીરિયડ ખતમ કરી શકે છે. કોર્ટે કહ્યું કે કાનૂનમાં આપવામાં આવેલો છ મહિનાના કુલિંગ પીરિયડની જોગવાઈ અનિવાર્ય નહીં પરંતુ નિર્દેશાત્મક છે. અદાલતો પ્રત્યેક મામલાની પરિસ્થિતિઓ અને તથ્યોને જોતાં વિવેકાધિકારનો પ્રયોગ કરી તેને ખતમ અથવા તેમાં કાપ મુકી શકે છે.
આ નિર્ણય ન્યાયમૂર્તિ આદર્શકુમાર ગોયલ અને ન્યાયમૂર્તિ યુ.યુ.લલિતની પીઠે સહમતિથી તલાકના એક આવા જ મામલામાં કુલિંગ પીરિયડ ખતમ કરવાની અરજી પર સંભળાવ્યો હતો. હિંદુ મેરેજ એક્ટની કલમ 13બી (2) કહે છે કે બન્ને પક્ષ તરફથી સહમતિથી તલાકની અરજી દાખલ કરવાના મામલામાં અન્ય મોશન બાદ અદાલત તલાકની મંજૂરી આપતાં પહેલાં બન્ને પક્ષોમાં સમાધાનની શક્યતાને ધ્યાનમાં રાખી છ મહિનાનો કુલિંગ પીરિયડ આપશે. બીજા તબક્કાના સમય તલાક પહેલા છ મહિનાનો કુલિંગ પીરિયડ ખત કરવાના અદાલતના અધિકારને લઈને સુપ્રીમ કોર્ટ અને હાઈકોર્ટમાં અનેક મતભેદ હતા. જો કે સુપ્રીમ કોર્ટ બંધારણની કલમ 142માં મળેલી વિશેષ શક્તિઓનો ઉપયોગ કરીને અનેક મામલાઓને ખતમ કરી ચૂકી છે. અમરદીપસિંહે આ હાલના મામલામાં ચુકાદો આપતાં કોર્ટે કહ્યું કે કુલિંગ પીરિયડનો હેતુ છે કે લોકો ઉતાવળમાં તલાકનો નિર્ણય ન લે અને પક્ષકારો વચ્ચે સમાધાન થઈ શકે છે કે કેમ તે જુએ. અદાલતનો હેતુ એવો ક્યારેય નથી રહ્યો કે આનાથી બે લોકો વચ્ચે નિરુઉદ્દેશ્ય બની ગયેલા લગ્ન બન્યા રહે અને સમાધાન ન થઈ શકવાની સ્થિતિમાં પક્ષકારોની તકલીફોમાં વધારો થાય.

print

Comments

comments

VOTING POLL